Gujarat

સુરતમાં ૫૫ વર્ષના આધેડે બાળકીને કર્યા અડપલા, સ્થાનિકોએ ઝડપી પાડ્યો

સુરત
શહેરના અઠવા વિસ્તારમાં અંદાજે આઠ વર્ષની માસૂમ બાળકીને ખંડરમાં લઈ ગયા બાદ યુવક દ્વારા મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવતા ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં પોલીસ દ્વારા યુવકની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. યુવકનો ઈરાદો શુ હતો તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરતના અઠવા પોલીસ મથકની હદમાં આવેલા રૂદરપુરા ખાતે માસૂમ આઠ વર્ષની બાળકીને એક યુવક દ્વારા ખંડેર મકાનમાં લઈ જઈ બીભત્સ વીડિયો બતાવી માર મારતા ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રૂદરપુરા ખાડી ખાતે આવેલા એક ખંડર મકાનમાંથી બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો.જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં બેઠેલા લોકોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જ્યાં અહીં બેઠેલા લોકો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રડતી આવેલી બાળકીની પૂછપરછ કરી હતી. જે બાળકીએ અહીંના લોકોને જણાવ્યું હતું. એક યુવક તેણીને ખંડરમાં લઈ ગયો હતો અને માર મારી મોબાઈલમાં બીભત્સ વીડિયો જાેવા કહ્યું હતું. વીડિયો જાેવાની ના પાડતા તેણીને માર મારવામાં આવ્યો હતો. જેથી યુવકના ચુંગાલમાંથી હેમખેમ બહાર ભાગી આવેલી બાળકીએ અહીંના લોકોને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આ ખંડરવાળા મકાનમાં જઈ શખ્સને ઝડપી પાડ્યો હતો. જે બાદ તેના ઘરના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા. ભારે હોબાળો મચી જતા યુવકને અઠવા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં યુવકનો કોઈ બદઈરાદો હતો કે કેમ તેની તપાસ હાલ અઠવા પોલીસ કરી રહી છે. જાેકે, ઘટનાના પગલે પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળેટોળા વળી ગયા હતા. જે લોકોને પોલીસ દ્વારા સમજાવી રવાના કરવામાં આવ્યા હતા.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *