Gujarat

સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની છરીના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ

સુરત
સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ઘટના બની છે. કોર્ટ પરિસરની માત્ર ૧૦૦ મીટરના અંતરે હત્યા થઈ છે. સૂરજ યાદવ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવ બાઈક ઉપર જતો હતો ત્યારે તેને આંતરીને અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો. છરીના ૧૫થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવને હાલ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સુરજ યાદવની કોર્ટ પરિસરના ૧૦૦ મીટરના અંતરમાં જ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા બે યુવકો દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહી લુહાણ થઈ ગયો હતો. હુમલો કરી ફરાર થઈ ગયા બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં આ ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે કોર્ટ પરીસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષણ હથિયાર વડે સુરજ યાદવ નામના યુવક પર હુમલો કર્યો જેમાં તેની હત્યા કરવામાં આવી છે. સુરજ યાદવ હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી તે માટે આવ્યો હતો. અજાણ્યા બે યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. આ બંને યુવકો કોણ છે અને શા માટે તેની હત્યા કરી તેને લઇ તેમને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કરનાર બંનેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *