ગીરગઢડા
ભરત ગંગદેવ
તાજેતરમાં ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કલાગુરુશ્રી પરસોતમભાઈ જે. કછેટીયાની પરીક્ષક તરીકે નિમણૂંક આપવામાં આવેલ પરસોતમભાઈ કછેટીયા દ્વારા સુરત શહેર ખાતે આલાપ સંગીત ક્લાસના 53 સંગીત વિદ્યાર્થીઓની ગાયન, તબલા, હારમોનિયમ, કી – બોર્ડ વગેરેની (Classical Music) શાસ્ત્રીય સંગીત પ્રારંભિક થી સંગીત પ્રવેશિકા પૂર્ણની પરીક્ષાઓ લેવામાં આવેલ જેમાં પરીક્ષાર્થીઓ દ્વારા ઉત્સાહ ભરે પરીક્ષા આપવામાં આવી સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશ બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી


