(જિલ્લા પ્રભારી ર્ડો સૌરભ પટેલ, જિલ્લા સહ કન્વીનર મનોજભાઈ શાસ્ત્રીએ આગામી વર્ષના કાર્યોની રૂપરેખા નક્કી કરી)
સુરેન્દ્રનગર : હિતેશ રાજપરા
સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગની વાર્ષિક સામાન્ય સભાનું સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ગુજરાતી સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ર્ડો સૌરભભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ દવેને જિલ્લા કારોબારીની સર્વસંમતીથી પ્રદેશ કારોબારીમાં નિમણુંક આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા થી લઈને ગુજરાતનાં હિન્દૂ સંગઠનમાં પ્રદેશ લેવલની જવાબદારી સંભાળતા ભાવેશભાઈ દવે ભાજપમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલમાં સભ્ય પણ છે તયારે VGS ની વાર્ષિક સામાન્ય સભામાં તેમના દ્વારા આખા વર્ષ દરમિયાન ગુજરાતમાં થયેલ કાર્યોની રૂપરેખા બતાવી જિલ્લામાં થયેલ કાર્યોનો લેખાજોખી રજુ કરવામાં આવી હતી જો કે આવનારા વર્ષમાં વિશ્વ ગુજરાતી સમાજ ઉમદા સમાજ સેવા અને સારા વિચારો પ્રશ્થાપિત કરવાનું કાર્ય પુરા જોશથી કરશે એમ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ તકે પ્રદેશ કારોબારીમાં પોતાનો સમાવેશ કરવા બદલ ભાવેશભાઈ દવે દ્વારા વિશ્વ ગુજરાતી સમાજના સ્થાપક સી કે પટેલ સાહેબ, સંવર્ધક શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રીશ્રી)તેમજ પ્રદેશ યુથ વિંગનાં કોંઓરડીનેટર પોરસભાઈ પટેલ અને આકાશભાઈ પટેલનો સુરેન્દ્રનગર સ્થાનેથી આભાર વ્યક્ત કરી સર્વશ્રેષ્ઠ આપવાનું વચન આપ્યું હતું


