Gujarat

   સુલેહ શાંતિનો ભંગ થાય તેવા ગુનાહિત કૃત્ય આચરતા પહેલા વ્યક્તિ વિચાર કરે અને ગુનાહિત કૃત્ય આચરતા અટકે અને સમાજમાં દાખલો બેસે તેવો એક ચુકાદો છોટાઉદેપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંભળાવતા આરોપીને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.               

નજીવી બાબતોમાં ખોટી રીતે ઉશ્કેરાઈ જઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરી ન કરવાના ગુનાહિત કૃત્યને અંજામ આપી દેતો હોય છે,અને આવા ગુનાહિત કૃત્ય કરવાને લઈ તેઓની સામે કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી નહીં થાય તેવું વિચારતા લોકો માટે એક દાખલા રૂપ ચુકાદો છોટાઉદેપુર ની ચીફ કોર્ટમાં સંભળાવવામાં આવ્યો છે, ગત તારીખ 8/7/2017 ના રોજ છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ મથક હદ ના ચીલીયાવાંટ ગામના ગાંડાભાઈ હીરાલિયા ભાઈ રાઠવા જમીનમાં ભૂલ સુધારવા વકીલ પાસે જવાનું છે તેમ કહેવા ભુરસિંગભાઈ રાઠવાને ઘરે ગયેલ તે વખતે ચીલીયાવાંટ ગામના પટેલ ફળિયામાં રહેતા વેસ્તાભાઈ રાયલાભાઈ રાઠવાએ ગાંડાભાઈને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી તેના હાથમાનું ભોરિયું ગાંડાભાઈના ડાબા ગાલ ઉપર મારી જાન થી મારી નાખવાની ધમકી આપેલ જે અંગેની ફરિયાદ ગાંડાભાઈએ રંગપુર પોલીસ મથકમાં કરતા આરોપી વેસ્તા રાઠવા સામે રંગપુર પોલીસ મથકમાં IPC ની કલમ 323 ,504,506(2) મુજબ નોંધાયેલ ગુના સબબ નો કેસ છોટાઉદેપુર ના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અતુલ કુમાર સાહેબની કોર્ટમાં ચાલી જતા મેં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અતુલ કુમાર સાહેબે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો સંભળાવતા આરોપી વેસ્તાભાઈ રાયલાભાઈ રાઠવાને કલમ 323 અંતર્ગત એક વર્ષની સજા અને રૂ.એક હજારનો દંડ,504 માં બે વર્ષની સજા અને બે હજારનો દંડ તેમજ 506(2) મા બે વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકાર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230601-163244.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *