સુરત
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (દ્ગૈર્ંંજી)ની ઓક્ટોબરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ભયંકર ગેરરીતિ થઈ હોવાનું ખૂલ્યું છે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં નાપાસ થયા હતા તેઓ ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગયા. બોર્ડમાં જેના ફિઝિક્સમાં ૮ માર્ક મેળવનારના દ્ગૈર્ંંજીમાં ૮૩, કેમેસ્ટ્રીમાં ૧૮ તો દ્ગૈર્ંંજીમાં ૭૫, મેથ્સમાં ૧૫ માર્ક હતા તો દ્ગૈર્ંંજીમાં ૬૦ માર્ક આવ્યા. સુરતમાં ૭૬૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે તમામના પરિણામ કંઈક આવાં જ છે. શહેરમાં દ્ગૈર્ંંજી સ્ટડી માટે ૬ સેન્ટર્સ હતા. મોટા વરાછાના સૌથી મોટા સેન્ટર સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ સ્ટડી સેન્ટરના ધો-૧૦ અને ૧૨ના ૩૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૨૯ના પરીણામ ચેક કરાયા. તેમાં ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા આ વિદ્યાર્થીઓ દ્ગૈર્ંંજી ?બોર્ડમાં ડિસ્ટીંક્શનથી પાસ આઉટ થયા છે. ૭૬૧માંથી ૧૨૯ વિદ્યાર્થીઓના ગુજરાત બોર્ડના અને એનઆઇઓએસ બોર્ડના પરિણામમાં પાંચ ગણા તફાવત જણાઈ આવ્યા છે. વાલીઓ પાસેથી રૂ.૨૫થી ૪૦ હજાર વસૂલવામાં આવ્યાની શંકા છે. પરીક્ષાના સમયે છાત્રોને પેપરનું સોલ્યુશન કરી એપ મારફત આપી દેવાયું હતું અને વિદ્યાર્થીઓએ ચોરી કરી હતી, જેથી આટલું મસમોટું પરિણામ આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાયા ન હતા.


