Gujarat

સોનાના વાયદાના ભાવમાં રૂ.189 અને ચાંદીમાં રૂ.801નો ઘટાડોઃ ક્રૂડ તેલ પણ ઢીલું

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.360ની નરમાઈઃ મેન્થા તેલમાં મિશ્ર વલણઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ.9,480 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10,335 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં

કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,411 સોદાઓમાં કુલ રૂ.19,837.37 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,480.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.10,335.06 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,682 સોદાઓમાં રૂ.6,715.87 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,033ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,217 અને નીચામાં રૂ.59,781ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.189 ઘટી રૂ.59,812ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.89 વધી
રૂ.47,975 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.5,929ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે
વાયદો 10 ગ્રામદીઠ રૂ.116 ઘટી રૂ.59,812ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,901ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.75,000 અને નીચામાં રૂ.74,010ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.801 ઘટી રૂ.74,195ના સ્તરે
બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.516 ઘટી રૂ.74,079 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.472
ઘટી રૂ.74,071 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,107 સોદાઓમાં રૂ.1,389.85 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.755.40ના ભાવે ખૂલી, રૂ.11 ઘટી રૂ.740.20 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3 ઘટી
રૂ.207.70 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી
રૂ.235ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી
રૂ.209.70 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.183.70 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.05 ઘટી રૂ.235.35
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 38,706 સોદાઓમાં રૂ.1,362.61 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,473ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,493 અને
નીચામાં રૂ.6,416ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.63 ઘટી રૂ.6,424 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
મે વાયદો રૂ.60 ઘટી રૂ.6,425 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.185ના
ભાવે ખૂલી, રૂ.6 ઘટી રૂ.180.70 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 6.2 ઘટી 180.3 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.12.10 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,520ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,520 અને નીચામાં

રૂ.61,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 ઘટી રૂ.61,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.60 વધી રૂ.968.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,778.12 કરોડનાં
4,625.838 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,937.75 કરોડનાં 523.161 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.493.95 કરોડનાં 7,65,510 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.868.66 કરોડનાં 4,39,37,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.219.93 કરોડનાં 10,518 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.42.06 કરોડનાં 2,288 ટન તાંબાના વાયદાઓમાં રૂ.801.01 કરોડનાં 10,673 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.326.85 કરોડનાં 13,746 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.7.25 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.85 કરોડનાં 49.68
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,139.111 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 868.304 ટન, તાંબાના વાયદાઓમાં 14,582.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 17,537 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,504 ટન તથા જસત અને જસત-મિનીમાં
25,924 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,09,380 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,32,93,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
15,360 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 315.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.21.88 કરોડનાં 267 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 433 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,413
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,437 અને નીચામાં 16,325 બોલાઈ, 112 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ ઘટી
16,329 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10335.06 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1260.29 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2328.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5888.72 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.857.34
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.201.23 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.204.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.216.80 અને નીચામાં
રૂ.181.60ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29.10 ઘટી રૂ.185.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે
રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.40 ખૂલી, ઉપરમાં રૂ.17.40 અને
નીચામાં રૂ.14.50 રહી, અંતે રૂ.2.55 ઘટી રૂ.14.80 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.926 અને નીચામાં રૂ.705ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.71 ઘટી રૂ.723 થયો હતો, જ્યારે
સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં
રૂ.265 અને નીચામાં રૂ.132 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.150 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.90ના ભાવે ખૂલી, રૂ.84.50 ઘટી
રૂ.43 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.3,068ના ભાવે

ખૂલી, રૂ.406.50 ઘટી રૂ.2,572 થયો હતો. તાંબુ મે રૂ.755 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.0.70 વધી રૂ.15 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.190ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.213.30 અને નીચામાં રૂ.181ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.30 વધી રૂ.210.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ મે રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.50 ખૂલી, ઉપરમાં રૂ.15.50 અને નીચામાં રૂ.13.50 રહી, અંતે રૂ.2.15
વધી રૂ.15.30 થયો હતો.
સોનું મે રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.190 અને નીચામાં રૂ.148ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.24.50 વધી રૂ.188 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.29 ખૂલી, ઊપરમાં
રૂ.44 અને નીચામાં રૂ.16.50 રહી, અંતે રૂ.3.50 ઘટી રૂ.38.50 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.121.50ના ભાવે ખૂલી, રૂ.239.50
વધી રૂ.400.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,979ના ભાવે ખૂલી, રૂ.375.50 વધી રૂ.2,288 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *