Gujarat

સોમનાથને તૂટતુ બચાવવા નીકળેલા વીર હમીરજીને વંદન, તેમની વીરગતિ તિથિ પર કરાયું વિશેષ પૂજન

સોમનાથ
સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વીરગતિ તિથિ પર વિશેષ પૂજન કરાયું. શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ લાઠીથી આવેલ વંશજાે અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને પાઘ પૂજા કરવામાં આવી હતી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથથી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણીઓની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વંશજાે અને ક્ષત્રિય સમાજ સાથે સોમનાથ મંદિરમાં નૂતન ધ્વજા રોહણ તેમજ પાઘ પૂજન કર્યું હતું. તેમજ સોમનાથ મંદિર પરિસરમાં આવેલ વીર હમીરજી ગોહિલની દેરી પર વીર હમીરજી ગોહિલને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમનું અર્ચન કર્યું હતું.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *