Gujarat

સોમનાથ માં શનિવારે ચોપાટીમાં ભવ્ય પંતગ મહોત્સવ ઉજવાશે દરીયા કીનારે રંગેબેરંગી પતંગો થી અનોખુ દૃશ્ય સર્જાશે*

સોમનાથ મહાદેવના સાંનિઘ્યમાં સોમનાથ ચોપાટીમાં દરીયા કિનારે તા.૧૪ ને શનિવાર ના ભવ્યપતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ છે દરીયા કિનારે રંગેબેરંગી પતંગો ઉડશે તેથી આકાશ માં અનોખું દૃશ્ય સર્જાશે આ પતંગ મહોત્સવ માં વિના મુલ્યે પતંગ,દોરો,લાડુ સહીત અનેક વસ્તુઓ પ્રસાદી રૂપે આપવામાં આવશે.
તા.૧૪ શનિવાર ના રોજ સવારે ભવ્ય રીતે ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી પતંગ મહોત્સવ નું આયોજન થાય છે જેમાં વિના મુલ્યે પતંગ દોરો,શેરડી,માંડવી ની ચીકી,તલ ની ચીકી,મમરા, આમળા,દારીયા ના લાડુ તેમજ તલના લાડુ,બોર તેમજ ગરમાગરમ ખીચડાની પ્રસાદી નું વિતરણ સ્થાનીકોને તેમજ દેશ વિદેશ થી આવેલાયા ત્રીકોને કરવામાં આવશે
દરીયા કિનારે આવેલ ભવ્ય ચોપાટી ગ્રાઉન્ડમાં ડી.જે ના તાલ સાથે આ ઉત્સવ રાખવામાં આવેલ છે આ ભવ્ય પંતગ ઉત્સવનું આયોજન કર વામાં આવેલ છે તેમાં સોમનાથ ટ્રસ્ટ,વહીવટી તંત્ર પોલીસ તંત્ર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા,પુર્વ મંત્રી જશાભાઈ બારડ,ગીર સોમનાથ જીલ્લા પંચાયત વિરોધપક્ષ ના નેતા અભય હીરાભાઈ જોટવા, ધનસુખભાઈ પીઠળ,અશોકભાઈ પરમાર,રોહનભાઈ વૈદ્ય,શકિત મોલ દ્વારા પતંગ ઉત્સવનું સફળ બનાવવા માટે સાથ સહકાર મળી રહેલ છેઆ પતંગ ઉત્સવને માણવા સોમનાથ પ્રભાસપાટણ વેરાવળ સહીત દેશ વિદેશ થી આવેલા યાત્રીકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *