સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ તથા સંહિતા મહિલા મંડળ દ્વારા ઓપન જુનાગઢ સર્વ જ્ઞાતિના બહેનો માટે તહેવારોનો માહોલ હોય રૂ માંથી વાટ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરેલું હતું. જેમાં 50 વર્ષથી નીચેનું અને 50 વર્ષથી ઉપરના એમ બે ગ્રુપ રાખેલા હતા જુનિયર ગ્રુપમાં પ્રથમ કાજલબેન પરમાર બીજો દક્ષાબેન ત્રીજો હર્ષાબેન ઝાલાવાડીયા ચોથો ભાવનાબેન કોટક પાંચમો જાગૃતિબેન રાઠોડ છઠ્ઠો અલ્પાબેન પટોડીયા અને સાતમો રૂપલબેન પંડ્યા આવેલા હતા જ્યારે 50 વર્ષથી ઉપરના બહેનોમાં પ્રથમ જશુબેન આસરા બીજો રમાબેન દવે ત્રીજો મન્છાબેન ધામેચા ચોથો રૂપાબેન વડગામા પાંચમો ગીતાબેન ચાવડા છઠ્ઠો શારદાબેન ચાવડા સાતમો જયશ્રીબેન દેલવાડીયા આવેલા હતા. નિર્ણયક તરીકે શ્રી સાધનાબેન નિર્મળ, ભાવનાબેન વ્યાસ, જીજ્ઞાબેન દેસાઈ અને ભક્તિબેન ભટ્ટ સેવા આપેલ હતી. સંસ્થા તરફથી તેમને ખુશી ભેટ આપવામાં આવી હતી .અવનીબેન ઠાકર તરફથી અલ્પાહાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે આરતીબેન જોશી, ચેતનાબેન પંડ્યા દક્ષાબેન જોશી તથા સર્વે કારોબારી બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ રસિક વેગડા


