Gujarat

 *સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ ‘‘સમર કેમ્પ’’* અમરેલી શહેર વિધાસભા કેમ્પસ ખાતે હાલ *તા.૨૧/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩* દરમ્યાન ‘‘સમર કેમ્પ’’ શરૂ છે. આ ‘‘સમર કેમ્પ’’ ના પાંચમાં દિવસના અંતે આજે

➡️ તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ વિધાર્થીઓએ ટાઇમ-ટેબલ મુજબ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ. જેમાં પ્રાંતઃકાળ  પ્રભાતિયા સાથે દિવસની શરૂઆત કરી, સુર્યોદય નિહાળી, પરેડ બાદ વિશિષ્ટ મહાનુભાવ જેમાં *શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબ (IPS),* *મહિલા અને બાળ વિકાસ અધિકારશ્રી શૈલેષ કણઝારીયા,* હાજર રહી પોતાના જીવન કારકિર્દી, જીવન અનુભવો વિશે વાત કરવામાં આવેલ. જેમાં સામાપક્ષે વિધાર્થી દ્રારા પણ પ્રશ્ર્નોત્તરીરૂપી સવાલો પુછી માહિતી મેળવવામાં આવેલ.
➡️ ત્યારબાદ, વિધાર્થીઓને પ્રાથમિક સારવાર તાલીમ મળી રહે તે માટે *શાંતાબા મેડીકલ કોલેજ જનરલ હોસ્પીટલ અમરેલીના મેડીકલ ઓફિસર ડોકટર કિશન શિયાળ*, *રેડ ક્રોસ સોસાયટી અમરેલીના* પ્રતિનિધી દ્રારા તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં અકસ્માત સમયે ઇજાગ્રસ્તની કંઇ-કંઇ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય, તે માટે પ્રેકટીકલી ડેમો બતાવી સમજ આપવામાં આવેલ હતી.
➡️ બપોર બાદના સેશનમાં વિધાર્થીઓને મોટીવેશન ફિલ્મ ‘લગાન’’ બતાવવામાં આવેલ હતી. બાદ સુર્યાસ્ત દર્શન, બાદ સાંજના ફિલ્મ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.
➡️ આ ‘‘સમર કેમ્પ’’ ના સાત દિવસ દરમ્યાન દરેક બાળક તમામ પ્રવૃતિઓ સાથે જોડાઇ જીવનમાં શિસ્તતા, નેતૃત્વ શકિત, સમયબધ્ધતા, સમાજ-વ્યવસ્થા, સાંસ્કૃતિક પરંપરા, વિવિધ તાલીમ થકી સમજ મળવે તે માટે વિશેષ કાળજી સાથે સમયપત્રક બનાવેલ હોય, જે સમયપત્રક મુજબની પ્રવૃતિ હાલ શરુ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230425-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *