Gujarat

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સેવા આપી રહેલ ઈ-રિક્ષા ચાલક ગંગાબેન તડવીએ પ્રામાણિકતાનું ઊત્તમ ઉદાહરણ પૂરું પાડયુ, કર્ણાટકના પ્રવાસીનું આઇપેડ પરત કર્યું.  

– DYSP જયવીરસિંહ ઝાલાએ ટેક્નોલોજીના માધ્યમથી  પ્રવાસીના પુત્રનો સંપર્ક કરી આઇપેડ પરત કર્યું, પ્રવાસી થયા ભાવવિભોર.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બજાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિઃસંદેહ સિંહફાળો રહ્યો છે.અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ રૂ. ૭૦,૦૦૦/- ભરેલ પાકીટ, સોનાની ઝવેરાત ભરેલ પાકીટ પણ પરત કરેલ હતું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા ઈ-રિક્ષા ચાલકે કર્ણાટકના પ્રવાસીનું  આઇપેડ પરત કર્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-રિક્ષા ચાલક સુ.શ્રી ગંગાબેન તડવીની રિક્ષામાં કર્ણાટકના પ્રવાસી શ્રી અશોકભાઈ એપલ કંપનીનું આઇપેડ પ્રો ભૂલી ગયા હતા જેથી રિક્ષાચાલક બહેને મામલાની ગંભીરતા સમજીને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને  પ્રવાસન નિયમન સત્તામંડળના DYSP શ્રી જયવીરસિંહ ઝાલાનો રુબરુ સંપર્ક કર્યો હતો.  નવયુવાન  DYSP શ્રી ઝાલાએ આઇપેડનું કોન્ટેક્ટ લિસ્ટ જોતા તેમાં કન્નડ ભાષામાં નંબર સાચવેલ હતા જેથી આઈપેડમાં facetime એપ્લિકેશન મારફતે છેલ્લે ડાયલ કરેલ નંબર પર વીડિયો કોલિંગ કરતા પ્રવાસીના પુત્રનો સંપર્ક કરી તેમની સાથે  અંગ્રેજી ભાષામાં વાતચીત કરીને પ્રવાસીને વહીવટી કાર્યાલય ખાતે બોલાવી આઇપેડની માલિકીની ખરાઈ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી રીક્ષા ચાલક મહિલા સુ.શ્રી ગંગાબેન તડવીના હસ્તે પ્રવાસી શ્રી અશોકભાઈને તેમનું આઇપેડ પરત કર્યું હતું.
પ્રવાસી શ્રી અશોકભાઈ મહિલા રિક્ષા ચાલક સુ.શ્રી ગંગાબેન તડવીની પ્રામાણિકતા જોઈ ભાવવિભોર થયા હતા અને હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો અને મહિલા રિક્ષાચાલકની પ્રામાણિક કામગીરીને SOUADTGAના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20230314-WA0023-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *