વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં
દેશ-વિદેશના પતંગબાજો જમાવશે આકર્ષણ
———–
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં આજે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩” ની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગરના સહયોગથી કરમાં આવનાર છે. આ પતંગોઉત્સવમાં દેશ-વિદેશથી આજે પતંગબાજો એકતાનગર ખાતે પહોંચી અનેરું આકર્ષણ જમાવશે.
વર્ષ-૨૦૨૩ માં જી-૨૦ નું ભારત દેશ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે આ વખતે જી-૨૦ ની થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ માં વિવિધ ૧૬ થી વધુ દેશોમાંથી આવેલા પતંગબાજો તેમજ દેશ અને રાજ્યના મળી કુલ-૮૬ કરતા પણ વધુ પતંગબાજો આ ઉત્સવના માધ્યમથી પોતાના દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવશે. ભારત દેશ પ્રથમ વાર જી-૨૦ની યજમાની કરી રહ્યું છે, ત્યારે આ મહોત્સવ થકી વિશ્વને એકતાનો સંદેશો પાઠવવા સક્ષમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વ્યુ પોઇન્ટ-૧ ખાતે યોજાનારો વિશ્વકક્ષાનો આ પતંગમહોત્સવ નર્મદા જિલ્લા માટે ગૌરવની ક્ષણ સમાન છે.
