સ્માર્ટફોન પર ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અમાં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થાય છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે.
