Gujarat

સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના સૂત્રને સાર્થક કરતા નાયબ મુખ્ય દંદક શ્રી રમણભાઇ સોલંકી

‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના સૂત્રને સાર્થક કરતા નાયબ મુખ્ય દંદક શ્રી રમણભાઇ સોલંકી
*****************
ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત નાયબ મુખ્ય દંદક શ્રી રમણભાઇ સોલંકીએ ડાકોરના રણછોડરાયના મંદિરની મુલાકાત લઈને જાતે જ મંદિર પરિસર અને ચોગાનની સાફસફાઈ કરી
*****************
પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સહિત ખેડા જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ અને કલેકટર શ્રી કે.એલ.બચાણી,પોલિસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સહિત ભાજપના આગેવાનો એ પણ મંદિર પરિસરના સાફસફાઈ કાર્યમાં નાયબ મુખ્ય દંદક શ્રી સાથે જોડાયા
****************
આપણે જ્યાં પૂજા-અર્ચના કરતા હોઈએ તેવા આપણા આસ્થાસ્થાનોને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે – નાયબ મુખ્ય દંદક શ્રી રમણભાઇ સોલંકી
**************
નાયબ મુખ્ય દંદક શ્રી રમણભાઇ સોલંકી એ ગુજરાત રાજ્ય યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલ રણછોડરાય મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર અને ચોગાન સહિતના સ્થળોએ જાતે જ સફાઈ કાર્ય હાથ ધર્યું હતું. નાયબ મુખ્ય દંદક શ્રી સાથે પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ અને ખેડા જિલ્લાના તમામ ધારાસભ્ય શ્રી અને ભાજપના આગેવાનો તથા કલેક્ટર શ્રી કે.એલ.બચાણી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા પણ મંદિર પરિસર અને ચોગાનના સફાઈ કાર્યમાં જોડાયા હતા.
મંદિર પરિસરની સ્વચ્છતા બાદ નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી ડાકોર મંદિર પાસે આવેલા ગોમતી ઘાટની મુલાકાત લીધી અને ત્યાર બાદ ગોમતી ઘાટના આસ પાસ ફેલાયેલ કચરાને સાફ કરીને ડાકોર અને જિલ્લાના નગરવાસીઓને સ્વચ્છતા જાળવવાની શપથ લેવડાવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું કે, પવિત્ર તીર્થ સ્થળ ડાકોરમાં આવીને તેઓ ધન્યતા અનુભવે છે. સાથોસાથ તેઓએ ડાકોર ખાતે દર્શન કરવા માટે આવેલ દરેક ભાવિ ભકતોને મંદિર પરિસર અથવા ગોમતી ઘાટની આસ પાસ ગંદગી ન કરે તેવી નમ્ર વિનંતી કરી હતી.

નાયબ મુખ્ય દંડકશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ દ્વારા દેશને સ્વચ્છ બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે ત્યારે આપણા યાત્રાધામો પણ સ્વચ્છ રહે તે જરૂરી છે. આપણે જ્યાં પૂજા અર્ચના કરતા હોઈએ તેવા આપણા આસ્થા સ્થાનોને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે. યાત્રાધામોના સફાઈ કાર્યની જવાબદારી માત્ર સફાઈ કામદારો પર ન છોડીને આપણે સ્વયં પણ હંમેશા યાત્રાધામોને સ્વચ્છ અને સાફ સુથરા રાખવાનો આજના પવિત્ર દિવસે સંકલ્પ કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. નાયબ મુખ્ય દંડક શ્રી એ ત્યારબાદ ડાકોર નગરપાલિકાની મુલાકાત લીધી અને ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, કલેક્ટર શ્રી કે.એલ.બચાણી, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *