Gujarat

સ્વદેશ દર્શન યોજનાનો હેતુ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે – પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા જણાવ્યું છે કે સ્વદેશ દર્શન યોજનાનો હેતુ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે સાથોસાથ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી પ્રવાસન પણ વધારવાનો છે.
સ્વદેશ દર્શન યોજના અન્વયે બુદ્ધિસ્ટ સ્થળોના વિકાસ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે ૩૧-૧૨-૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૩૦૭.૪૨ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
બુદ્ધિસ્ટ સર્કિટ ખાતે ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અંતર્ગત પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે એપ્રોચ રોડ , રોડ લાઈટ, ડસ્ટબિન, સીસીટીવી, સ્ટોન બેન્ચ, પ્રવેશદ્વાર, જેવા કામો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત રૂપિયા ૧૯૯૫.૭૫નો ખર્ચ થયેલ છે.
બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે ફળોના સમાવેશ અંતર્ગત પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે ઉપરકોટ ગુફા -જુનાગઢ, બાબા પ્યારે ગુફા જૂનાગઢ, ખાપરા કોડીયા ગુફા જુનાગઢ, અશોક રોક જુનાગઢ, શાણા ગુફા ગીર સોમનાથ, પ્રભાસ પાટણ બુદ્ધિષ્સ્ટ ગુફા ગીર સોમનાથ, કડિયા ડુંગર ભરૂચ, શિયોત ગુફા કચ્છ, તળાજા બુદ્ધિસ્ટ ગુફા ભાવનગર, ખંભાલીડા ગુફા રાજકોટ, વડનગર બુદ્ધિષ્ટ મોનેસ્ટરી મહેસાણા, તેમજ તારંગા બુદ્ધિસ્ટ ગુફા, મહેસાણા નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *