Gujarat

સ્વર્ણિમ ગુજરાત કપડવંજ ધારાસભ્ય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં પુનાદરા સ્ટેટ ઈલેવન વિજેતા.

કપડવંજ ખાતે મુખ્યાજી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા પીસ્તાલીસ દિવસથી રમાઈ રહેલ સ્વર્ણિમ ગુજરાત કપડવંજ ધારાસભ્ય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ ક્રિકેટ મેચ પુનાદરા સ્ટેટ ઈલેવન અને શિહોરા ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પુનાદરા સ્ટેટ ઈલેવન વિજેતા રહી હતી. આ ટુર્નામેન્ટમાં કપડવંજ વિધાનસભાની ૧૬૨ ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કેન્દ્રિય સંચાર મંત્રીશ્રી અને ખેડા લોકસભાના સાસંદ  દેવુસિંહ ચૌહાણ, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીઅને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, ખેડા જિલ્લા સહકારી સંધના ચેરમેન જયેશભાઈ પટેલ નવાગામ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા મંત્રી ધૂળસિંહ સોલંકી, જિલ્લા મંત્રી ધવલભાઈ પટેલ, CWC ચેરમેન દશરથભાઈ પટેલ, કપડવંજ પી.આઈ બરંડાજી, રાઠોડ સહિતના સર્વે પોલીસ અધિકારીઓ, તાલુકા ભાજપ પ્રમુખ ગણપતસિંહ રાઠોડ, મહામંત્રી જીતુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મૂળરાજસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાધેલા, સરપંચ એસોશિયેશન પ્રમુખ રૂપસિંહ, કપડવંજ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી બ્રીજેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ આશિષભાઈ શાહ , પૂર્વ મહામંત્રી સુરેશભાઈ પારેખ, માનનીય કપડવંજ નગરપાલિકા પ્રમુખ અને સર્વે સદસ્યઓ, પૂર્વ મહામંત્રી ગોપાલભાઈ શાહ, પૂર્વ મંત્રી વિવેકભાઈ પટેલ ( ગોપીભાઈ ), એપીએમસી ચેરમેન નિલેશભાઈ પટેલ, નિલેશભાઈ જામ, ચિન્ટુભાઈ પટેલ,દક્ષેશભાઈ કંસારા,બુધાભાઈ પટેલ,અલ્પેશભાઈ પંડ્યા,નયનભાઈ પટેલ, પુનાદરા સરપંચ પી.ડી. ઝાલા, આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા ( પુનાદરા ), નિલેશભાઈ શર્મા,  કેતનભાઈ ગઢવી, કપડવંજ અને કઠલાલ ભાજપ સંગઠનના સર્વ પદાધિકારીઓ, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના સર્વે પદાધિકારીઓ તથા કપડવંજ કઠલાલ વિધાનસભાના તમામ ગામોના આગેવાનો તેમજ પ્રેક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કપડવંજ કઠલાલ વિધાનસભાના લોકપ્રિય યુવા ધારાસભ્ય રાજેશભાઇ  ઝાલા દ્વારા આયોજિત સ્વર્ણિમ ગુજરાત કપડવંજ ધારાસભ્ય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના સુંદર અને સફળ આયોજન બદલ માનનીય ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, મુખ્યાજી ક્રિકેટ એકેડમીની ટીમ તથા સહભાગી સર્વેનો ઉપસ્થિત મહાનુભાવોએ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ ટુર્નામેન્ટની વિજેતા ટીમ પુનાદરા સ્ટેટ ઈલેવનને વિજેતા ટ્રોફી તથા ઈનામી રકમના ચેક અને શિહોરા ટીમને રનર્સ અપ ટ્રોફી તથા ઈનામી રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
કપડવંજ વિધાનસભાની ૧૬૨ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ખેલદિલી પૂર્વક સુંદર અને આકર્ષક રમતનું પ્રદર્શન કર્યું હતુ.
કપડવંજ પોલીસ અધિકારી રાઠોડ  દ્વારા વધતા જતા માર્ગ અકસ્માતોને અટકાવવા ઉપસ્થિત સર્વેને સલમતી માટે ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરી,જરૂરી માર્ગદર્શક સૂચનો આપી શપથ લેવડાવ્યા હતા. ફાઈનલ મેચમાં ટોસ કેન્દ્રિય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણના વરદ હસ્તે કરી રાષ્ટ્રગાન કરી ફાઈનલ મેચની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે મેચના અંતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી  અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા અને રનર્સ અપ ટીમોને ટ્રોફી અને પુરસ્કરો આપવામાં આવ્યા હતા.

IMG-20230525-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *