મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સરકારી બી.એડ. કોલેજ, કઠલાલ જિ.ખેડા ખાતે સ.પ.યુનિવર્સીટી અનુસ્નાતક શિક્ષણશાસ્ત્ર વિભાગના સેમિસ્ટર -રના પ્ર.શિ.ઓ. દ્વારા સંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કોલેજના બી.એડ. એચ.ઓ.ડી. ડૉ.છાયા આર મુલવાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાગત ગીત, સોલો સોંગ, ડાન્સ, વેશભૂષા, વક્તવ્ય સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સરકારી બી.એડ. કોલજના તાલીમાર્થીઓ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.


