જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી આઈ.આર. એલ. એ. સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૩ સુધીમાં રૂબરૂ જઈને હયાતીની ખરાઈ અંગેનું નિયત નમૂનાનું ફોર્મ મેળવી હયાતીની ખરાઈ કરવાની રહેશે.
જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી આઇ.આર.એલ.એ સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ પેન્શનરો કે જેઓ જાહેર ક્ષેત્રની તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાંથી પેન્શન મેળવે છે. તે બેંકમાં તા.૧/૫/૨૦૨૩ થી તા.૩૧/૭/૨૦૨૩ દરમિયાન રૂબરૂ જઈને હયાતીની ખરાય અંગેનું નિયત નમૂનાનું ફોર્મ મેળવી લેવું તેમજ હયાતીની ખરાઈ અંગેનું ફોર્મ ભરીને હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.
જે પેન્શરો નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ કરાવશે નહીં તેઓનું ઓગસ્ટ પેઈડ ઈન સપ્ટેમ્બર ૨૦૨૩નું પેન્શન નિયમો અનુસાર સ્થગિત કરવામાં આવશે જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવા વિનંતી છે.
તેમજ જે પેન્શન હોય એ પોતાના આધારકાર્ડ /પાનકાર્ડ તિજોરી કચેરીમાં રજૂ કરવાના બાકી હોય તેવા પેન્શનરરોએ હયાતીની ખરાઈના ફોર્મ સાથે આધારકાર્ડ/ પાનકાર્ડ ની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે. વધુમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા પેન્શનરોને હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ ડિજિટલ લાઈફ સર્ટીફીકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. ડિજિટલ લાઈફ પદ્ધતિ મુજબ હયાતીની ખરાઈ કરાવવા માટેની સુવિધા વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે એમ જૂનાગઢ જિલ્લા તિજોરી અધિકારી દ્રારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.