Gujarat

હરિકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ (હિફલી )બોટાદ પાળીયાદ પાંજરાપોળ ની મુલાકાતે.

સૌરાષ્ટ્ર પ્રતિબિંબ મિલન બગડીયા
આજ રોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ ના પટાંગણમાં હરિકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ હિફલી પટેલ સમાજ ની વાડી (બોટાદ) થી પધાર્યા હતા અબોલ પશુઓને 700 મણ લીલી જુવાર તથા રૂ.2500 નુ દાનહરિકૃષ્ણ મહિલા મંડળ એ 24 બહેનો પધારી પાંજરાપોળ સ્થળ પર બે ત્રણ ધાર્મિક કીર્તન ગાઈ સંસ્થામાં આનંદ આનંદ થયો તથા અબોલ પશુઓના દર્શન કરતા ખૂબ રાજીપો વ્યક્ત કર્યો સંસ્થાના ટ્રસ્ટી શ્રીમાન નાગજીભાઈ ચાંદપરાએ ગાય માતાનું મોમેન્ટ મહિલા મંડળને અર્પણ કર્યું આ તકે ઉત્સાહી કાર્યકર કિસ્મતભાઈ ધોળકિયા તથા કનુભાઈ ધાધલ તથા કનુભાઈ ખાચર તથા નાગરભાઈ ગામી ની ખાસ ઉપસ્થિતિ રહી હરિકૃષ્ણ મહિલા મંડળે ગાય માતાની સેવા સાકરી જોઈ તેમજ સંસ્થા ની ચોખ્ખાઈ જોઈ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો સંસ્થાએ તમામ બહેનો ને આવા સત કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230408-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *