સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલના ચોમુખ રોડ પર ખેતરમાં ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો ખેચી મારણ કરીને ઝાડ પર લઇ ગયો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, હાથરોલ ગામના અદાપુર-ચોમુખ જવાના માર્ગ પર ગામના અમરભાઈ કાળાભાઇ ખાંટનું ખેતર આવેલું છે. જ્યાં પાંચથી છ પશુઓ રાખે છે. જેમાં વડના ઝાડ નીચે બાંધે છે ત્યારે બુધવારે રાત્રે વડના ઝાડ નીચે બાંધેલ બે વર્ષના વાછરડાને રાત્રી દરમિયાન દીપડાએ આવીને મારણ કર્યું હતું. ત્યારબાદ તેને ખેંચીને લોહીલૂહાણ હાલતમાં વડના ઝાડ પર ખેચી લઇ ગયેલો. ગુરવારે સવારે ખેડૂત ખેતરે પહોચ્યો ત્યારે વાછરડું ઝાડ પર મૃત હાલતમાં જોવા મળ્યું હતું અને ઝાડ પર લોહી જોવા મળ્યું હતું. તો બીજી તરફ આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા હતા. જેને લઈને ખેડૂત અમરભાઈએ ગામના પૂર્વ સરપંચ અમિતભાઈ પટેલને જાણ કરી હતી.
ઘટનાને લઈને રાયગઢ રેંજમાં આવતા હાથરોલ પાસેના 1200 હેકટર જંગલ વિસ્તારના ફોરેસ્ટર અને બીટ ગાર્ડ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ વેટરનરી તબીબને પણ જાણ કરવામાં આવી હતી. આ અંગે હાથરોલ ગામના પૂર્વ સરપંચ અમિત પટેલે જણાવ્યું હતું કે, હાથરોલથી અદાપુર જવાના રોડ પર આવેલા ખેતરમાં ઝાડ નીચે બાંધેલ બે વર્ષના વાછરડાનું દીપડાએ મારણ કર્યું છે અને વન વિભાગે આવી કાર્યવાહી હાથ ધરી છે. તો અમારા ગામની આસપાસ 1200 હેક્ટરનો જંગલ વિસ્તાર આવેલો છે.
ઉમંગરાવલ સાબરકાંઠા