Gujarat

હારીજના નાણા ગામમાં યુવાને ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત નીપજ્યું

પાટણ
હારીજ તાલુકાના નાણાં ગામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેની ફરિયાદ તેના મોટાભાઈએ હારીજ પોલીસ મથકે નોંધાવી છે. હારીજ તાલુકાના નાણાં ગામના એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરવાની ઘટના સામે આવતાં ચકાચાર મચી છે. નાણાં ગામનો યુવાન બચુજી વિહાજી ઠાકોર (૪૧) બુધવાર ૨૫ જાન્યુઆરીના સાંજે પોતાના વાડામાં જઈ કપાસમાં છાંટવામાં આવતી ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને ઉલટીઓ ચાલુ થતાં ઘરે જઈ પરિવારોને જાણ કરતાં ખાનગી વાહન મારફતે યુવાનને ધારપુર સરકારી રેફરલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. મૃતકના મોટાભાઈ લાલાજી વિહાજી ઠાકોરે હારીજ પોલીસ મથકે ગુનો નોંધાવેલ છે.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *