જીતું ઉપાધ્યાય – હિંમતનગર
ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાનું નવીન બનતું કાર્યાલય શ્રી કમલમ નું હિંમતનગરમાં આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવેલ. શહેરના બાયપાસ રોડ, જિલ્લા પંચાયતની સામે આજરોજ ભૂમિપૂજનના સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ તેમના ધર્મપત્ની સાથે ધાર્મિક રીતે પૂજા વિધિ કરી હતી તેમજ સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં, રત્નાકરજી, જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ, સાંસદ દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રેખાબેન ચૌધરી, કું.કૌશલ્યાકુવરબા પરમાર, ધારાસભ્યો રમણલાલ વોરા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનેન્દ્રસિંહ ઝાલા તેમજ જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કનુભાઈ પટેલ ભૂમિપૂજન ના કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી જાેડાયા હતા.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સમારંભમાં સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબે જણાવેલ કે પહેલા તો ચૂંટણીમાં જે પરિણામો આવ્યા તમારા બધાનો અથાક પ્રયત્નો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે તેમના ઉપર લોકોનો વિશ્વાસ, તેમણે કરેલા કામો અને ભાજપના કાર્યકર્તાના સેવાકીય કરેલા કામોના કારણે આપણને જે ઐતિહાસિક જીત મળી છે તે બદલ તમારા બધાનો હું પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે આભાર માનું છું. ક્યાંક ઉમેદવાર પ્રત્યે અણગમો, કોઈને ટિકિટ ન મળી છતાં તમે બધા કાર્યકરોએ મહેનત કરી, ભાજપના કાર્યકર્તાનું સંકલ્પ હોય છે મારો જન્મ જીતવા માટે થયો છે તેના પરિણામે આ જીત મળી છે, હવે ૨૦૨૪ ની તૈયારી કરવાની છે હવે લોકોની અપેક્ષા પણ વધી છે, આપણી સામે કોઈ પણ ઉમેદવાર આવે હરિફની ડિપોઝિટ બચે નહીં તેની તૈયારી કરવાની છે, જ્યાં બુથમાં માઇનસ છીએ ત્યાં બુથને પ્લસમાં કરવા પ્રયત્ન કરો, એક પણ બુથ માઇનસ ન થવો જાેઈએ, ટેકનોલોજી નો ઉપયોગ કરીને ભાજપના કાર્યકરને આગળ જવાની ટેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પાડી છે, પેજ કમિટીના કારણે આપણે સફળ થયા છીએ.
પાટીલ સાહેબે વધુમાં જણાવેલ કે હજુ પણ બાકીના ઘરોમાં કેવી રીતે પહોંચીએ તેના માટે એક વર્ષનો સમય છે આપણા ગુજરાતમાં ૨૦ જેટલી સીટો એવી છે જ્યાં પાંચ હજાર કરતાં ઓછા મતે સીટોમાં હાર્યા, રેકોર્ડ ભલે થયો હજુ સંતોષ નથી અફસોસ ને જીવતો રાખજાે,
પાટીલ સાહેબે વધુમાં જણાવેલ કે કાર્યાલય નું મહત્વ હોય છે એક સ્થળે ભેગા થયા, મીટીંગો મળે, ડેટા હોય, નાની મોટી મીટીંગો મળે, દરેક કાર્યોના ડેટા ભેગા થાય, હવે તો વર્ચુઅલી મીટીંગ પણ મળતી હોય છે, આ કાર્યાલય મોડલ કાર્યાલય બને, સાબરકાંઠા જિલ્લાની અદ્યતન કાર્યાલયની તમારી આજે ઈચ્છા પૂરી થવા જઈ રહી છે, આ કાર્યાલય દ્વારા લોકોની સેવા પણ કરીએ તે રીતે કાર્યાલય કામ લાગે.
પાટીલ સાહેબે વધુમાં જણાવેલ કે ભાજપનો કાર્યકર્તા પોતાની ફિલ્ડ, પરિવારની પણ ચિંતા કર્યા વગર સેવાકીય કાર્ય કરે છે, તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કાર્યકર્તાઓની લાગણી સમજજાે, તેમના કામો કરશો, કાર્યકર્તાનું અપમાન ન થાય તેવા કામ કરશો.
કાર્યાલય સાદુ પણ તમામ ટેકનોલોજી નો ઉપયોગ કરીને બને, કાર્યાલયને અપડેટ કરતા રહેજાે. પાટીલ સાહેબે તેમના સુરતના કાર્યાલય વિશે વાત કરતા જણાવેલ કે મારા કાર્યાલયમાં તમામને જન્મદિવસે અને લગ્નની એનિવર્સરીના દિવસે શુભેચ્છા પાઠવવામાં આવે છે મેં રાજ્યના તમામ સાંસદોને મારા કાર્યાલયમાં આમંત્રણ આપવાનો છું.
કાર્યાલયમાં કોઈ આવે અને જાય ત્યારે તેને આભાર મળે આવો તેને મેસેજ મળવો જાેઈએ.
લોકસભાની ચૂંટણી આવે તે પહેલા કાર્યાલયનું કામ પૂરું થાય તે માટે એડવાન્સમાં અભિનંદન પાઠવું છું.
જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે સ્વાગત પ્રવચનમાં જનસંઘના સ્થાપક જિલ્લાના પ્રમુખ વાલજીભાઈ, નાથાભાઈ દે. પટેલ, સ્વર્ગસ્થ તારાચંદભાઈ, જયેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજભાઈ પટેલ, તખતસિંહ હડીયોલ, પ્રફુલભાઈ પટેલ, સહિત શ્રીરામ સાંખલા, સી.સી. શેઠ, અંબાલાલ કડિયા, સ્વર્ગસ્થ રસિકભાઈ શાહ, બેચરભાઈ બારા સહિત અનેક પૂર્વ અગ્રણીઓનો આભાર માની તમામની સેવાઓને બિરદાવી હતી અને જણાવેલ કે, મારા ભાગે નવીન કાર્યાલય નું નિર્માણ થશે તેથી તમામનો આભાર માનું છું અને વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ મતદારો, કાર્યકરોનો પક્ષ પ્રત્યે વિશ્વાસ રાખી તે માટે પણ તમામ નો આભાર માનું છું, આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રેખાબેન ચૌધરી, સાંસદ દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, પ્રદેશ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુવરબા પરમાર, ધારાસભ્યો રમણલાલ વોરા, ગજેન્દ્રસિંહ પરમાર વિનેન્દ્રસિંહ ઝાલા, જયસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપના નિર્માણ વિભાગના આશિષભાઈ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, ખેતી બેંકના વાઇસ ચેરમેન ફલજીભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, જિલ્લા સંઘના ચેરમેન જશુભાઈ પટેલ, આઇટી સેલના સિદ્ધાર્થભાઈ પટેલ, રાજુભાઈ ચાવડા, અશ્વિનભાઈ કોટવાલ, સી.સી. શેઠ, રશ્મિભાઈ પંડ્યા, સર્જનસિંહ જેતાવત, ભિખીબેન પરમાર, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કનુભાઈ પટેલ, શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ સહિત જિલ્લામાંથી કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.