Gujarat

હિંમતનગર જૂની જિલ્લા પંચાયત પાસે એક દુકાન આગળ ઇકો માંથી અજાણા ઈસમો એ પાકીટ ચોરી પલ્સર ઉપર ભાગી ગયા સીસીટીવી કેમેરામાં કેદ

જીતુ ઉપાધ્યાય – હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાની જૂની જિલ્લા પંચાયત પાસે આવેલ ગણેશ સ્ટોર માં મસાલા નો સામાન લેવા માટે પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામના વેપારી સાવન પરમાર ઈકો લઈને આવ્યા હતા તેમને ઈકો દુકાન ની બાજુમાં જ ઉભી રાખી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓએ સામે ઈકો માંથી આઈડિયા પૂર્વક પાકીટ ચોરી લીધું હતું. જેમાં રૂપિયા ૩૧,૦૦૦ તથા હ્વટ્ઠહા ર્ક ૈહઙ્ઘૈટ્ઠ ની ચેકબુક પાનકાર્ડ આધારકાર્ડ આરસીબુક તથા ચાર એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજાે હતા અજાણ્યા ચોર પાકીટ ની ચોરી કરી લઈ ગયા હતા ત્યારે ઘટના સ્થળ પર બુમબુમ થઈ ગઈ હતી લોકોના ટોળા ભેગા પણ થઈ ગયા હતા પરંતુ અજાણા ત્રણ ઈશમો પલ્સર બાઈક પર ભાગી ગયા હતા ઈકો માંથી ચોરી કરતા આ અજાણ્યા ઈસમો સીસીટીવી માં કેદ પણ થઈ ગયા હતા. આ અંગે સાવન પરમારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે જે હોય તે પણ અત્યારે આવા ગુનાઓ ઘણા જ વધી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *