Gujarat

હિંમતનગર ના કાંકણોલ રોડ પર અક્ષર એવન્યું કોમ્પલેક્ષ ગેરકાયદેસર બાંધકામ ને લઇને વિરોધ

– આદર્શ સોસાયટીના લોકોએ પંચાયત થી લઇને પીએમ સુધી કરી લેખકમાં રજૂઆત

– કોમ્પલેક્ષ ના માલિકને તંત્ર દ્વારા અગાઉ પંચાયત દ્વારા સ્ટે ની ઓર્ડર આપી હતી

– ગેરકાયદેસર કોમ્પલેક્ષ બનાવી દેવાનો લઇને વિરોધ

– ૨૦૨૦ વર્ષ થી સ્થાનીક લોકોએ રજૂઆત કરવામાં આવી હતી

એંકર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના કાંકણોલ રોડ આવેલી આદર્શ સોસાયટી આગળ એક બિલ્ડરે નિયમોનો ભંગ કરીને કોમ્પલેક્ષ બનાવી દેતા સ્થાનિક સોસાયટીના રહીશો વિરોધ નોંધાવીને અનેક જગ્યાએ રજૂઆત કરી છે.

વીઓ૦૧

હિંમતનગરના કાંકણોલ પાસે આવેલા આદર્શ સોસાયટીના આગળ અક્ષર એવન્યું કોમ્પલેક્ષ બનવામાં આવ્યું છે. રોડ પર બનાવેલા અક્ષર એવન્યું કોમ્પલેક્ષ ને સોસાયટીના આગળ ૧૦ ફૂટ જેટલી જગ્યા હોવી જોઇએ પરંતુ બે ફૂટ જગ્યા રાખતા સોસાઈટીના રહીશો વિરોધ નોંધાવ્યો હતો. જોકે ૨૦૨૦ વર્ષ દરમિયાન કોમ્પલેક્ષ ની શરુઆત થતાં ની સાથે સ્થાનિક આગેવાન કાંકણોલ પંચાયત થી લઈને સીએમ, પીએમ સુધી અરજીઓ કરીને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોમ્પલેક્ષ નું કામ હજુ ચાલુ છે. આદર્શ સોસાઈટીના આગળ સર્વે નંબર ૭૭૧ માં બિલ્ડરે નિયમ ના વિરુદ્ધમાં કોમ્પલેક્ષ ની કામ કરવામાં આવ્યું છે.  અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ. આમતો કાંકણોલ પંચાયત અગાઉથી કોમ્પલેક્ષ ના માલિકને સ્ટે ઓર્ડર પણ આપવામાં આવ્યું છે. પરંતુ કોમ્પલેક્ષનું કામ બંધ થવાનો નામ નથી લેતું જેથી સ્થાનીક લોકોએ જિલ્લા કલેકટર દ્વારા તાપસ કરવામાં આવે તેવી આશા રાખીને બેઠા છે. જોકે ગેરકાયદેસર કોમ્પલેક્ષ નિયમ વિરુદ્ધ બનાવી દેવામાં આવતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા માપણી થાય તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *