Gujarat

હિંમતનગર મોતીપુરા ખાતે ભારત સરકારના નેશનલ ટ્રસ્ટ એક્ટ- ૧૯૯૯ હેઠળ અમલીકૃત નિરામયા યોજના હેઠળ નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજયો

હિંમતનગર
ભારત સરકારના નેશનલ ટ્રસ્ટ એક્ટ- ૧૯૯૯ હેઠળ અમલીકૃત નિરામયા યોજના હેઠળ નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી હિંમતનગર જિ-સાબરકાંઠાના સયુક્ત ઉપક્રમે તા ૨૩/૦૨/૨૦૨૩ ના રોજ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરાખાતે આયોજીત કરવામાં આવેલ હતો જેમાં નેશનલ ટ્રસ્ટ હેઠળની મંદબુદ્ધી (બૌદ્ધિક અસમર્થતા),ઓટીઝમ,સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબીલીટી જેવી ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના લાભાર્થીઓના વાલીઓએ હાજર રહ્યા હતા નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ તથા નિરામયા યોજનાના લાભો અને ક્લેમ કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી નેશનલ ટ્રસ્ટ હેઠળની ગુજરાત સ્ટેટ નોડલ એજન્સી, અંધજન મંડળ વસ્ત્રાપુર, અમદાવાદ ખાતેથી ઉપસ્થિત રહેલ વનરાજસિંહ ચાવડા દ્વારા વિગતવાર માહિતી પુરી પાડેલ હતી તથા ઇટ્ઠાજરટ્ઠ ૐીટ્ઠઙ્મંર ૈંહજેટ્ઠિહષ્ઠી ્‌ઁછ (ઁ) ન્ંઙ્ઘ નવરંગપુરા અમદાવાદ ખાતેથી ઉપસ્થિત એક્ઝીક્યુટીવ પાર્થ પંડ્યા નાઓએ નિરામયા યોજના હેઠળ ક્લેમ કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી પુરી પાડેલ હતી
ઉપરોક્ત ચારેય દિવ્યાંગતા ધરાવતા વાલીઓને લીગલ ગાર્ડિયનશીપ (કાનુની વાલીપણાનું સર્ટિફિકેટ) મેળવવાની સમગ્ર પ્રક્રિયા અંગે સમજણ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આપેલ હતી જે કાર્યક્રમમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરાના પ્રમુખ નાનુભાઇ પટેલ, ઉપપ્રમુખ જસવંતલાલ શાહ મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.વી.એ.ગોપલાણી, ટ્રસ્ટી ડૉ નટુભાઇ પટેલ,વહિવટી સંચાલક જીતુભાઇ પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એચ.પટેલ, ભરતભાઇ બ્રહ્મભટ્ટ કેમ્પસ ડાયરેક્ટરશ્રી બહેરા મુંગા બાળકોની શાળા તલોદ, જયંતિભાઇ પટેલ પ્રમુખ મમતા દિવ્યાંગ શીશુ વિદ્યાવિહાર સંસ્થા તથા સમાજ સુરક્ષા કચેરી, બાળસુરક્ષા કચેરી અને માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પ્રાંતિજ અને હિંમતનગર શહેરના આવી દિવ્યાંગતા ધરાવતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમની આભાર વિધી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમ્રગ કર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સાબરકાંઠાના પ્રોબેશન ઓફિસર વી.બી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *