Gujarat

હિંમતનગર શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ બંધ મકાનમાં ચોરીનો બનાવ બનતા શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

જીતું ઉપાધ્યાય – હિંમતનગર
હિંમતનગર શહેરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલ સહજાનંદ પાર્કમાં બંધ મકાનમાં મોડીરાત્રીએ ચોરી થવાની એક ઘટના બની હતી પોલીસ સુત્રો જણાવે છે કે બંધ મકાનમાંથી ચોરોએ કુલ ૧૨,૬૦,૦૦૦ અને ૫૦૦ નો મુદ્દા માલ લઈ ગયા હતા જ્યારે મકાનમાંથી સોના ચાંદી ના દાગીના સહિત રોકડ રકમ પણ લઈ ગયા હતા
પોલીસ સૂત્રો વધુમાં જણાવે છે કે પરિવાર છેલ્લા છ દિવસથી લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયા હતા આ ઘટનાની ફરિયાદ હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન પર એ ડિવિઝનમાં નોંધાઈ છે અને હવે પોલીસ દ્વારા ચોરી થયેલા બનાવ ની તપાસ હાથ ધરી છે.
હાલ તો અત્યારે લગ્નની સિઝન ચાલુ હોવાના કારણે બંધ મકાનના પરિવારજનો બહારગામ જતા હોય છે ત્યારે ચોરી કરનારા તેની રેકી કરી અને નિશાન બનાવતા હોય છે આ ઘટના બનતા શહેરમાં ચર્ચા નો વિષય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *