લોકોએ હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ સાથે જ આખું શરીર અને માથુ ઢંકાય તે રીતે સફળ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી આવશ્યક છે.
ભીના કપડાથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીના કપડાંથી શરીર લૂંછો, વારંવાર માટલાનું ઠંડુ પાણી પીવું. ઉપરાંત લીંબુ શરબત, તાડફળી, અને નાળિયેર પાણી ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.
બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો અને લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન ૧૨ વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.
