Gujarat

હું પાર્ટી માં લોકો ના પ્રશ્ન ને વાચા આપવા જોડાયો છું ફકત રાજકારણ કરવા નહીં : અર્જુન આંબલીયા

ગૌમાતા ને રાષ્ટ્રીય સન્માન આપવા ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશ માં જેમ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા એમ દિલ્લી માં કરાવો
ગુજરાત ના જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયા વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માં જોડાયા હતા કારણ કે ગાય માટે પાર્ટીએ તેના 17 મુદ્દા નું પાર્ટી ના લેટરપેડ પર લેખિત સમર્થન આપ્યું હતું  હાલ તેઓ દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાત ના અધ્યક્ષ ઈશુદાન ગઢવી ને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે કે ગાય ને રાષ્ટ્રીય સન્માન આપવા માટે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યની જેમ દિલ્લી માં પ્રસ્તાવ પાસ કરવા પ્રયાસ કરો નહિતર હું પાર્ટી છોડી ને કામ કરીશ એમને પત્ર માં લખ્યું છે કે ગાય થી દેશ માં કૃષિ , પર્યાવરણ, સ્વાસ્થ્ય, આર્થિક વગેરે ક્ષેત્રમાં ઘણાં ફાયદા છે દેશના મોટા ભાગના લોકો “માં” માને છે માટે એમને દિલ્લી માં રાષ્ટ્રીય સન્માન આપવા પ્રસ્તાવ પાસ કરાવો વધુ માં એને લખ્યું કે હું પાર્ટી માં લોકો ના પ્રશ્નો ને વાચા આપવા જોડાયો છું ફકત રાજકારણ કરવા નહીં. આ પત્ર થી સોશ્યલ મીડિયામાં અર્જુન આંબલીયા ની ખુબ સરહના થઈ રહી છે.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

IMG-20230508-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *