Gujarat

હોલી હૈં ભાઈ હોલી રંગોવાલી હોલી.. સાવરકુંડલા શહેરમાં હોળી અને ઘૂળેટી પર્વની ઉજવણી તો કરવામાં આવી. પરંતુ મોંઘવારીના કાળઝાળ યુગમાં ભારતીય પર્વોનો આનંદ ઓસરતો જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ખેલને વાલે તો ખેલ હી લેતે હૈં હોલી હૈ ભાઈ હોલી રંગોવાલીં હોલી.. આ શબ્દો હવે ધીમે ધીમે આ ડીઝીટલ યુગમાં અને મોંઘવારીના કાળમુખા ખપ્પરમાં વિસરાતાં જોવા મળે છે જો કે ઠંડીએ હોળી પહેલાં જ વિદાય લીધી છે. હોળી અને ધૂળેટી હોલી હૈં ભાઈ હોલી ખેલે મિલકર હમજોલી એવાં ફિલ્મી ખ્યાલો હવે જાણે વત્તેઓછે અંશે ગાયબ થતાં જોવા મળે છે.  સાવરકુંડલા શહેરમાં પણ હોળી પ્રગટાવવાની પ્રવૃત્તિ ધીમે ધીમે નિરસ થતી જતી હોય તેવું અવશ્ય કહી શકાય. હા, એમ તો શહેરનાં ઘણા વિસ્તારોમાં રાત્રે હોળી પ્રગટી.. પરંતુ હોળી પ્રગટાવવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થઈ રહી હોય તેવું જોવા મળે છે. હવે હોળીમાં પણ જાણે રાજકારણ ઘુસી ગયું હોય તેમ લાગે છે પછી તો રામ જાણે.. હા, રંગોનો તહેવાર એટલે ઘૂળેટી હજુ બાળકો અને યુવા જગતમાં  પ્રિય છે  પરંતુ હવે પહેલાં જેમ જાહેર રસ્તા પર ઘેરૈયાઓ લોકોને રોકીને રંગે રમતાં એ પ્રથા તો લગભગ કેટલાય વર્ષોથી એક સપનાં જેવી બની ગઈ છે. હવે તો જાહેર રસ્તા પર કોઈને રંગ નાખવો એ કાનૂની અપરાધનું સ્વરૂપ લઈ લેતાં લોકો પોતાના મિત્રો સગાસંબંધીઓને ઘરે, ઓફિસે જઈને જાણે શુકનવંતા રંગોનો છંટકાવ કરતાં જોવા મળે છે . હા, પાણીની સમસ્યા દિનપ્રતિદિન વિકટ થતી જતી હોવાથી તિલક હોલીનો એક ટ્રેન્ડ પણ હવે ક્યાંક ક્યાંક જોવા મળે છે. લોકો પણ હવે કેમિકલયુક્ત રંગોને બદલે અબીલ ગુલાલ અને નેચરલ રંગ દ્વારા હોળી રંગે રમવાનો આગ્રહ રાખતાં જોવા મળે છે. પહેલાંના જમાનાનાં ક્રુડ ઓઈલ જેવા રંગોથી રમવાના જમાના ગયા.. બસ રંગ જાના હૈં..!! નીલા, પીલા, ગુલાબી અને કેસુડાંનાં રંગે રંગવાનો એક નવો ટ્રેન્ડ પણ જોવા મળે છે..અંતમાં આ હોળીની ઝાળમાં મોંઘવારી નામનો  ભસ્માસૂર ભસ્મીભૂત થાય એવી આશા.

IMG-20230307-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *