Gujarat

હ્રદય સમ્રાટ સદ્દગુરૂ બાબા હરદેવ સિંહજી મહારાજને સમર્પિત શ્રદ્ધાળુઓના શ્રદ્ધા સુમન..

બાબાજી પ્રત્યે પ્રેમ ત્યારે જ સાર્થક છે જયારે આપણે તેમની શિક્ષાઓ પર ચાલીએ..

-સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

 

ગોધરા,૧૪ મે, ૨૦૨૩:

સદ્દગુરૂ બાબા હરદેવસિંહજી પ્રત્યે પ્રેમ ત્યારે જ સાર્થક થશે કે જયારે આપણે તેમની શિક્ષાઓ પર ચાલીએ.આપણે તેમના ઉપદેશની ફક્ત વાતો ના કરતાં આપણા વાસ્તવિક જીવનમાં કર્મરૂપમાં અપનાવીએ.અમોને ઉપદેશના રૂપમાં જે જ્ઞાનરૂપી મોતી બાબાજીએ આપ્યા છે તેમને આપણા જીવનમાં ધારણ કરીએ.ફક્ત બાહ્ય દેખાવ ના કરતાં પ્રેમ-સમર્પણ અને ગુરૂ પ્રત્યે જે સત્કારનો ભાવ છે તે સાચો હોવો જોઇએ.આપણું મંથન આપણે પોતે જ કરવાનું છે.પ્રત્યક્ષને પ્રમાણવાળી વાત કે આપણા જીવનમાં સદગુરૂ પ્રત્યે પ્રેમ-સમર્પણનો સાચો ભાવ હોય.ફક્ત એક વિશેષ દિવસના રૂપમાં આપણે તેમને યાદ ન કરતાં તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશથી નિત્ય પ્રેરણા લેતા રહી આપણા જીવનને સાર્થક બનાવીએ.આ અમુલ્ય વચન સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખામાં આયોજિત સમર્પણ દિવસના મુખ્ય કાર્યક્રમમાં દિલ્હી તથા આસપાસના રાજ્યોમાંથી વિશાળ રૂપમાં એકત્રિત થયેલ શ્રદ્ધાળુઓને સંબોધિત કરતા વ્યક્ત કર્યા.આ સમારંભમાં સદ્દગુરૂ માતાજી સાથે નિરંકારી રાજપિતાજી પણ વિરાજમાન હતા.

સદ્દગુરૂ માતાજીએ ઉદાહરણ સહીત સમજાવ્યું કે જેવી રીતે દહીમાં રવૈયો નાખી વલોવવાથી જ મલાઈ તથા માખણ નીકળે છે તેનાથી વિપરીત પાણી વલોવવાથી માખણ આવતું નથી તેવી જ રીતે એક પ્રભુ પરમાત્માને જાણીને તેમની સાથે જોડાવવું એ જ સાચી ભક્તિ છે અને આવી ભક્તિ કરવાથી આપણા મનમાં પ્રેમ-સત્કારની ભાવના જાગ્રત થાય છે અને ત્યાર પછી જ સદગુરૂ પ્રત્યે સાચી પ્રેમાભક્તિ હ્રદયમાં ઉત્પન્ન થાય છે,આના માટે સદગુરૂના સાચા સંદેશની ફક્ત વાતો ના કરતાં તેને કર્મરૂપમાં અપનાવવાની જરૂર છે.

સદ્દગુરૂ માતાજીના પ્રવચન પહેલાં નિરંકારી રાજપિતાજી એ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે બાબાજીનું સંપૂર્ણ જીવન ઉપકારો,વરદાનો તથા મહેરબાનીઓથી યુક્ત રહ્યું.બાબાજીએ સમગ્ર સંસારમાં ફક્ત પ્રેમ અને શાંતિનો દિવ્ય સંદેશ આપ્યો.પ્રેમનો વાસ્તવિક અર્થ આપણને બાબાજીની શિક્ષાઓથી જ પ્રાપ્ત થાય છે અને તેમણે હંમેશાં પ્રેમ અને દિવ્ય સ્મિતથી દરેકને કૃતાર્થ જ નથી કર્યા પરંતુ સમગ્ર માનવ જાતના પ્રત્યે કરૂણા અને દયાનો ભાવ રાખી તેમના જીવનને સાર્થક કર્યું છે.બાબાજીનો એવો દ્રષ્ટિકોણ હતો કે જીવનમાં પ્રેમનો ભાવ હશે તો નમવું સરળ થઇ જશે.તેમનું એવું માનવું હતું કે ઉંચાઈઓને એવી રીતે પ્રાપ્ત કરવામાં આવે કે માયાનો કોઈ પણ દુષ્પ્રભાવ ગુરૂભક્ત ઉપર ન પડે.બાબાજીએ પાત્રતા તથા પ્રયાસના ભાવને ના જોતાં માનવમાત્ર પ્રત્યે ફક્ત સમાનતા અને કરૂણાનો ભાવ દર્શાવ્યો છે.અંતમાં તેમને માનવ પરીવારના માટે પ્રાર્થના કરી કે આપણા બધાનું જીવન સદ્દગુરૂના આદેશ અનુસાર બની જાય.

સંત નિરંકારી સત્સંગ ભવન,ભુરાવાવ,ગોધરા ખાતે પંજાબના જ્ઞાનપ્રચારક મહાત્મા પ.પૂ.રાજેન્દ્રસિંહ કટારીયાની અધ્યક્ષતામાં સમર્પણ દિવસ નિમિત્તે વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી બાબાજીના પરોપકારોને યાદ કરી હ્રદયપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.સમર્પણ દિવસના સ્થાનીય કાર્યક્રમમાં મંચ સંચાલન વિદ્વાન સંત અજય ઇસરાનીજીએ કર્યું હતું. મિશનના અનેક વક્તાઓએ પ્રવચનો,ભજન અને કવિતાના માધ્યમથી બાબાજીના પ્રેમ,કરૂણા,દયા તથા સમર્પણ જેવા દિવ્ય ગુણોને તેઓના શુભ ભાવો દ્વારા વ્યક્ત કર્યા હતા.બાબા હરદેવસિંહજીની કરૂણામય અનુપમ છબી પ્રત્યેક નિરંકારી શ્રદ્ધાળુ ભક્તોના હ્રદયમાં અમીટછાપના રૂપમાં અંકિત છે જેનાથી પ્રેરણા લઇ આજે દરેક ભક્તો પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે.કાર્યક્રમની પૂર્વ સંન્ધ્યાએ વાડી ગામ ખાતે સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિનોદભાઇ માછી નિરંકારી

પ્રેસ અને પબ્લિસિટી વિભાગ

સંત નિરંકારી મંડળ,ગોધરા.

આપના સન્માનિત સમાચાર પત્ર/બુલેટીનમાં આ પ્રેસનોંટ પ્રકાશિત કરવા આગ્રહભરી નમ્ર વિનંતી છે..

15-05-2023.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *