Gujarat

૧૪ લાખના ખર્ચે નાની રાસલી ગામના પંચાયત ભવનનું પ્રભારી મંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.

ત્રણે ધારાસભ્યોએ મળીને સુખી ડેમની તમામ કેનાલ નવી બનાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામના ગ્રામ પંચાયતના મકાનનું પણ રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદઘાટન સમારંભમાં પ્રભારી મંત્રી ઉપરાંત, જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, સંસદ સભ્ય ગીતાબેન રાઠવા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, આસિસ્ટન્ટ કલેકટર જયેન્દ્ર રાઠોડ, ડીઆરડીએ ડાયરેક્ટર કેડી ભગત, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન બારેયા, નૈનાબેન, મદદનીશ પ્રાયોજના અધિકારી કૃણાલભાઈ તેમજ ગામના સરપંચ તલાટીઓ હાજર રહ્યા હતા. ૧૪ લાખના ખર્ચે બનેલા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ આજથી ૪૬ વર્ષ પહેલા સરપંચ હતા અને ત્યારે એક ટેબલ બનાવી ને પાસ કરાવવા માટે ૬ મહિનાનો સમય લાગી જતો આજે જયારે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની લોકાભિમુખ સરકારના કામો રોકેટ ગતિએ થાય છે. આજે આપણને ઘેર બેઠા આંગળીના ટેરવે તમામ યોજનાઓનો લાભ મળી જાય છે. છોટાઉદેપુર જીલ્લામાં આવા ઉદઘાટન કરવું તે મારા માટે ગર્વની બાબત છે મને છોટાઉદેપુર આવવું ખુબ જ ગમે છે. આવા રળિયામણા ગામમાં સરસ ગ્રામ પંચાયત ભવન હોય અને તલાટીનું રહેઠાણ પણ ઉપર હોય તો લોકોના કામ સરળ અને ઝડપથી થાય. આ ઉદઘાટન પ્રસંગે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે આપણા જીલ્લાની કાયા પલટ કરવા માટે અમે તમામ પ્રયત્નો કરવા તેયાર છીએ. જેતપુરમાં નવું પીકઅપ બસ સ્ટેન્ડ,ઈ-લાઈબ્રેરી, કન્યા છાત્રાલય અને સુખી ડેમની તમામ કેનાલો નવી બનાવવાની છે. આ લોકાર્પણ માં ગીતાબેન રાઠવા, મલકાબેન પટેલ, કેડી ભગત અને ઉમેશભાઈ રાઠવાએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અને અંતમાં ઉમેશભાઈ રાઠવાએ આભાર વિધિ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

nani-rasli-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *