Gujarat

૨૦ લાખ ઔદ્યોગિક મજૂરોનું કલ્યાણ ગુજરાત સરકારની પ્રાથમિકતા નથી..

૨૦ લાખ ઔદ્યોગિક મજૂરોનું કલ્યાણ ગુજરાત સરકારની પ્રાથમિકતા નથી..
આજે અમદાવાદમાં એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન્સ, બાંધકામ શ્રમિક સંકલન સમિતિ અને મજૂર અધિકાર મંચના ઉપક્રમે યોજાયેલા મજૂર અદાલતોના વકીલોના એક પરિસંવાદમાં ગુજરાત સરકારના મજૂર કલ્યાણ અંગેના બજેટ વિશે શ્રી મહેન્દ્ર જેઠમલાણી ના સાંનિધ્યમાં કરેલા પ્રવચનના મુખ્ય મુદ્દા:
(૧) ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ જે રકમ ખર્ચે છે તેની ૪૦ ટકા રકમ જ ખરેખર મજૂરોના કલ્યાણ માટે વપરાય છે. બાકીની બધી તો વહીવટ, પગાર ભથ્થા માટે ખર્ચાય છે.
(૨) આવતે વર્ષે સરકાર મજૂરોના કલ્યાણ માટે ₹ ૨૫૩૮ કરોડ ખર્ચવાની છે કે જે કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછી રકમ છે.
(૩) ગુજરાતમાં ૨૦ લાખ ઔદ્યોગિક મજૂરો છે ને તેમાં ૬૦ ટકાથી વધારે સ્થળાંતરિત મજૂરો છે. તેમના કલ્યાણ માટે બજેટમાં કશું છે જ નહિ.
(૪) એપ્રેન્ટિસ યોજના હેઠળ મજૂરોનો પગાર સરકાર આપે એ તો કારખાનાંના માલિકોને આપેલી સબસિડી કહેવાય. એનાથી મજૂરોનું કલ્યાણ કઈ રીતે થાય?
(૫) બાંધકામ મજૂરોની સંખ્યા આશરે ૧૫ લાખ છે. તેમના કલ્યાણ બોર્ડમાં ₹ ૪૪૦૦ કરોડ જેટલી રકમ ભેગી થઈ છે પણ એના વ્યાજ જેટલી રકમ પણ મજૂરોના કલ્યાણ માટે વપરાતી નથી. જે છ લાખ મજૂરો ગયા વર્ષે બોર્ડમાં નોંધાયેલા હતા તેમના બેંક ખાતામાં આ રકમ સરખે ભાગે વહેંચીને જમા કરાવી દેવી જોઈએ.
(૫) મજૂરોના કલ્યાણ માટે સુધી રીતે તો માત્ર ₹ ૬૪૦ કરોડ જ વપરાવાના છે. ગુજરાતની જીડીપીમાં ૩૯ ટકા ફાળો ઉદ્યોગોનો છે. આટલા ઊંચા ફાળા માટે ઔદ્યોગિક મજૂરોનો શ્રમ જવાબદાર છે. પરંતુ તેમના કલ્યાણ માટેના કાયદાના અમલ માટે રાજ્ય સરકાર ગંભીર છે જ નહિ. સરકાર પાસે જરૂરી સ્ટાફ જ નથી, અને ભરતી કરવાની કોઈ ઝાઝી તૈયારી પણ નથી.
(૬) ચાલુ વર્ષે આ વિભાગમાં મજૂર કલ્યાણ માટે ₹ ૧૩૧૯ કરોડના ખર્ચનો અંદાજ હતો પણ સુધારેલો અંદાજ ઘટીને ₹ ૧૦૬૮ કરોડ થઈ ગયો છે! મજૂરોનું કલ્યાણ રાજ્ય સરકારની પ્રાથમિકતામાં નથી તેનો આ પુરાવો છે.
(૭) ભારતના બંધારણમાં કલમ – ૪૩માં મજૂરોની કામની સ્થિતિ સુધારવી, જીવન વેતન માટેની વ્યવસ્થા કરવી અને મજૂરોને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ફુરસત મળે તેમ કરવું એ રાજ્યની ફરજ છે એમ લખવામાં આવ્યું છે પણ ગુજરાત સરકાર આ બધું ભૂલી ગઈ છે,એમ હેમંતકુમાર શાહે જણાવ્યું હતું.( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)

IMG-20230317-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *