સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
બેંક ઓફ બરોડા નેસડી શાખા દ્વારા ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિનની ઉજવણી રૂપે સમાજસેવાર્થે પે સેન્ટર શાળા નંબર ૧ ના તમામ વિદ્યાર્થીઓને આશરે કુલ ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની શૈક્ષણિક કીટ જેમાં ધોરણ ૧ થી ૫ ના આશરે ૧૮૦ બાળકોના દેશી હિસાબ પુસ્તક તેમજ મીણીયા કલરનું પેકેટ તેમજ ધોરણ ૬ થી ૮ ના લગભગ ૨૦૦ બાળકોને કલરિંગ પેન તેમજ સ્કેચ પેનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બધા જ બાળકો આવી સુંદર ભેટ મળવા બદલ ખુશ ખુશાલ થઈ ગયા. આ તકે શાળાના આચાર્યશ્રીએ તેમજ સમગ્ર સ્ટાફે બેંક ઓફ બરોડા નેસડીના મેનેજર શ્રી જાવેદ આલમ તેમજ કલ્પેશભાઈ ચોટલીયાનો અંતઃપુર્વક આભાર વ્યક્ત કરે છે.


