Gujarat

૨૯ યુવક યુવતિઓએ ગિરનાર માં ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ પૂર્ણ કરી

રાજ્યના યુવક – યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર  જૂનાગઢ દ્વારા  ખડક ચઢાણ બેઝિક કોર્સ તથા એડવેન્ચર કોર્સ  નું આયોજન કરવામાં આવે છે. તેમજ ગુજરાતના કોઈપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં /ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે ૧૦ દિવસ માટે  ટ્રેકીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

        પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તારીખ ૧૩  એપ્રિલ થી ૨૨ એપ્રિલ  દરમ્યાન યોજવામાં આવ્યો હતો.

સુરત , ભાવનગર , સુરેન્દ્રનગર , અમદાવાદ, નવસારી, કચ્છ, અમરેલી  , જૂનાગઢ જિલ્લા ના કુલ ૨૯ યુવક યુવતિઓ એ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં ભાગ લઈ ટ્રેકીંગ,  પી.ટી.તાલીમ, રોક ક્લાઈમીંગ  – રેપલીંગ,  રોપ નોટ, કોઈલ  તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતા, સફાઈ અભિયાનની વિવિધ તાલીમ કોર્સ ઈન્ચાર્જ પ્રદીપ કુમાર તથા માનદ ઈન્સ્ટ્રક્ટરો મિલાપ સોની વડોદરા, ધવલ ઉમટ સાણંદ, નીલેશ બારૈયા ભાવનગર  દ્વારા આપવામાં આવી હતી.

શિબિરના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના અધ્યક્ષ , હારૂન વિહળ આચાર્ય વાલી એ સોરઠ હાઈસ્કુલ જૂનાગઢ તથા ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિતી રહી પ્રોત્સાહન પુરુ પાડેલ હતું.  આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનો  તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કર્યા હતા.

સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી મમતા મકવાણા , દ્વારકેશ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતુ. સમગ્ર શિબિર દરમિયાનના પોતાના અનુભવો પૂજા બુહા, મુનાભાઈ ધાપા, હેતવી પટેલ, દત્તરાજ ઝાલા દ્વારા રજૂ કરવામાં આવેલ હતા.  જેમાં તાલીમાર્થીઓએ તાલીમના અનુભવો , તાલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નિયમ, શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ, ટીમ વર્ક,  જીવન ઘડતરના ગુણોનું જીવનમાં મદદરૂપ થશે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતીમાં પણ કેવી રીતે જીવન જીવવું તે શિખવા મળ્યું હતું તેમ જણાવેલ હતું.

khadk-chadan-camp-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *