Gujarat

૬૦ લાખના દાગીના લઇ ફરાર જવેલર્સના કર્મચારીઓને બગોદરા પોલીસે ઝડપ્યા

રાજકોટ
રાજકોટમાં જવેલર્સમાં કામ કરતા કર્મચારીએ માલિકને દગો આપીને ૬૦ લાખના દાગીના અને રોકડ લઈને થયો રફુચક્કર થયા હતા. જેમાં મામા સસરાએ ભાણેજ જમાઈની સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં મામા સસરા અને ભાણેજ જમાઈનો ફાંડો ફોડ્યો હતો. જેમાં બંને આરોપીને ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતાં ચોરીનો બનાવ્યો હતો. બગોદરા પોલીસે ધરપકડ કરેલા સુનિલ ત્રિવેદી અને જાેગેન ત્રિવેદીએનો સંબંધ મામા સસરા અને ભાણેજ જમાઈનો છે..પરતું બંને સંબંધીઓ ભેગા મળી ૬૦ લાખ રૂપિયાના સોના દાગીના અને રોકડની ચોરી કરી છે. ઘટનાની વિગતવાર વાત કર્યે તો એમ.કે.ઓર્નામેન્ટના માલિક ધીરુભાઈ નડિયાપરાની રાજકોટમાં પેઢી આવેલી છે સાથે જ આગ્રામાં પણ મહાકાળી જવેલર્સ છે.જેથી પેઢીમાં કામ કરતો સુનિલ ત્રિવેદી ૫ મેના રોજ આગ્રાથી જવેલર્સના કામના સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૬૦ લાખ પાર્સલ લઈ રાજકોટ આવા નીકળ્યો હતો. જ્યાં સુનિલ સાથે અન્ય એક ડ્રાઇવર સરફરાજ પણ હતો.જે દરમિયાન સુનીલ પ્લાન બનાવ્યો હતો જેના આધારે બગોદરા પાસે ગાડીમાં ઉતરી ગયા હતા અને સરફરાજ કહ્યું કે તું રાજકોટ પહોંચી જાવ હું માલિક સાથે બીજી ગાડીમાં આવું છું એમ કરીને કિંમતી સામાન અને રોકડ ભરેલી બેંગ લઈ ઉતરી ગયો ત્યારે આરોપી સુનિલેએ તેના ભાણેજ જમાઈને જાેગેન ત્રિવેદી બગોદરા બોલાવીને રોકડ લઈ ભાગી ગયા હતા. પકડાયેલ આરોપી સુનિલ ત્રિવેદીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.જાે કે પોલીસ તપાસ કરતા ચોરી કરેલા કિંમતી સામાન અને રોકડા પૈસા ભાણેજ જમાઈ જાેગેન ઘરે ઉમરાળા ગામ છુપાવ્યા હતા.જાેકે દાગીના અને રોકડ ચોરી કરી આરોપી સુનિલ મોજશોખ કરવા મુંબઈ જતો રહ્યો હતો.જ્યાં ડાન્સ બાર અને દારૂ પીવા પોતાના મોજશોખ પાછળ એક જ અઠવાડિયામાં ૧૦ લાખ રૂપિયા સુનિલેએ ઉડાવ્યા હતા.જેથી પોલીસે બંનેની ધરપકડ કરી ૩૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને આરોપીઓ ક્રિકેટ સટ્ટો રમવાની કુટેવ ધરાવે છે અને જેમાં દેવું થઈ જતા ચોરી કરવાનો પ્લાન કર્યો હતો..હાલ આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *