પોલીસે રોકડા રૂ ૧૨.૧૧૦ સાથે તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો…
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર ની સુચના અને બોટાદ જીલ્લા એસ.પી.કે.એફ.બળોલીયા,ડી.વાય.એસ.પી.મહર્ષિ રાવલ દ્રારા જીલ્લામાં જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જેને લઈ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ.જી.સરવૈયા સ્ટાફના દશરથભાઈ કમેજળીયા,અજીતસિંહ બારડ,અશોકભાઈ ઝાપડીયા,સુરેશભાઈ બાવળીયા સહીતના પોલીસે રાણપુર તાલુકાના અણીયાળી(કસ્બાતી)ગામે ચરમાળીયાદાદાની દેરી પાસે તીનપત્તી નો જુગાર રમતા ૧૦ ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં મુકેશભાઈ હરીભાઈ કુંવરખાણીયા,કશિનભાઈ ઉકાભાઈ મેણીયા,સાગરભાઈ હકાભાઈ ધરજીયા,વક્રીમભાઈ લીંબાભાઈ ધરજીયા,અજયભાઈ ધીરૂભાઈ કુંવરખાણીયા,રસીકભાઇ નથુભાઈ ધરજીયા,કીશોરભાઈ લીંબાભાઈ ધરજીયા,દનિશભાઈ જેશીંગભાઈ બળોલીયા,મુન્નાભાઈ લીંબાભાઈ ધરજીયા,કરીણભાઈ સુખાભાઈ કુંવરખાણીયા રહે તમામ અણીયાળી વાળા ને રોકડા રૂ.૧૨.૧૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે…