ગુજરાત હાલમાં ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ૧૫% યોગદાન આપે છે
ગુજરાત સરકાર જાન્યુઆરી ૨૦૨૪માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં ૬ આંતરરાષ્ટ્રીય અને ૮ રાષ્ટ્રીય સ્તરના રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવી છે. આ રોડ શોના પ્રતિનિધિમંડળો વિવિધ ક્ષેત્રોમાં વન-ટુ-વન મીટિંગ્સ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને સેમિનાર દ્વારા ૧૦૦૦ થી વધુ કંપનીઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે. આ મુલાકાતોએ ગુજરાત સરકારને માનનીય વડાપ્રધાનના “વિકસિત ભારત જ્ર૨૦૪૭”ના વિઝનમાં યોગદાન આપવા માટે ગુજરાતનો રોડમેપ દર્શાવવાની તેમજ તેની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા માટે આમંત્રિત કરવાની તક પૂરી પાડી છે.
ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતોએ રાજ્યની વિકાસયાત્રા પ્રદર્શિત કરવાની, ભવિષ્યના વિકાસ માટેના રાજ્યના વિઝનને શેર કરવાની અને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા માટે તેમને આમંત્રિત કરવાની અનન્ય તક પૂરી પાડી છે. ગુજરાત હાલમાં ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ૧૫% યોગદાન આપે છે, જે તેને સૌથી ઝડપથી વિકસતા પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદક ક્ષેત્રોમાંનું એક બનાવે છે.
આ ઉપરાંત ગુજરાત સરકારે તાજેતરમાં રિન્યુએબલ એનર્જી પોલિસી ૨૦૨૩ પણ લોન્ચ કરી છે. આ નીતિ રાજ્યને તેની ઉર્જા જરૂરિયાતોના ૫૦% રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોમાંથી મેળવવા માટે સક્ષમ બનાવશે, જે ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને ૪૫% ઘટાડવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તરફ આગળ વધતાં, ગુજરાત સરકારે જમીન ફાળવણી નીતિ પણ જાહેર કરી છે જે રાજ્યને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે સંખ્યાબંધ પ્રોત્સાહનો પ્રદાન કરે છે. આ નીતિ અનુસાર, ગ્રીન હાઇડ્રોજન કંપનીઓએ તેમના પ્લાન્ટ શરૂ કર્યાના પાંચ વર્ષમાં પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતાના ૫૦% અને આઠ વર્ષમાં ૧૦૦% ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે.
આ લક્ષ્યો હાંસલ કરવા માટે, ગુજરાત સરકારે ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની અગ્રણી વૈશ્વિક કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચંદીગઢની રાષ્ટ્રીય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન કંપનીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. પ્રતિનિધિમંડળે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે ગુજરાતનું વિઝન શેર કર્યું હતું અને ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ તકોની ચર્ચા કરી હતી.
ચર્ચા દરમિયાન રોકાણમાં રસ દાખવનારી કંપનીઓ અલ્ટરનેટીવ ફ્યુઅલ પ્રોડક્શન, ગેસ/ટેક્નોલોજી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ, લિથિયમ-આયન બેટરી ઉત્પાદન, સોલાર પીવી મોડ્યુલ્સ ઉત્પાદન, ડીકાર્બોનાઇઝેશન ઈનીશિએટીવ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન જેવા વિવિધ પેટા-ક્ષેત્રોની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ છે. વધુમાં, ડેનિશ મેરીટાઇમ કંપનીઓએ પણ ગુજરાતના બંદરો પરથી ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલ ખરીદવામાં રસ દાખવ્યો છે. વધુમાં, વેલસ્પન અને કિરી ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય કંપનીઓએ ગુજરાતથી યુરોપમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાની નિકાસની સુવિધા માટે લિલી નેવિટાસ (જર્મની) અને સુન્ડ્રોનિક્સ (જર્મની) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
શિપિંગ માટે ગ્રીન ફ્યુઅલની વિશાળ સંભાવનાને ઓળખીને, શક્તિ ગ્રુપે ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ. ૧,૦૦૦ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતની રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ, ફય્ય્જી ૨૦૨૪ અંતર્ગત સાઇન કરાયેલા સ્ર્ંેં અને રાજ્યમાં અત્યાર સુધી આકર્ષિત રોકાણ ગુજરાત માટે વૈશ્વિક ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.