Gujarat

વાડી વિસ્તારમાં મજૂરી કરતા સગર્ભા મહિલા માટે 108 આશિર્વાદરૂપી બની

( *108ના સ્ટાફ દ્વારા દર્દીને સ્ટ્રેચરમાં લઇ ૨ કિલોમીટર કીચડમાં ચાલી માતા અને બાળકનો અમૂલ્ય જીવ બચાવ્યો.*)
           અમરેલી જિલ્લાના ચકકરગઢ ગામના વાડી વિસ્તારમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના રમીલાબેનને પ્રસુતિને અસહ્ય પીડા ઉપડતા તેમના પતિએ 108 ઈમરજન્સીને મદદ માટે કોલ કરેલ .અમરેલી 108 એમ્બ્યુલન્સ ચક્કરગઢ ગામ જવા રવાના થઈ હતી દર્દી વાડી વિસ્તારમાં હતું અને વરસાદના કારણે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ નથી ત્યારે ઇએમટી કલ્પેશ કંટારિયા તથા પાયલોટ યુનુશભાઈ સૈયદ જરૂરી મેડિકલ સાધનો લઈ ૨ કિલોમીટર ચાલીને સ્થળ પર પહોંચી દર્દીની તપાસ કરતા દર્દીને પ્રસુતિનો અસહ્ય દુખાવો હતો. વરસાદ ને કારણે વાડી વિસ્તારનો કાચી પગદંડી માર્ગમાં પાણી તથા કીચડ હોવાથી 108 ના સ્ટાફે સુજ બુજતા પૂર્વક સ્પાઇન ટ્રેચરમા દર્દી ને સુવડાવીને ૨ કિલોમીટર કીચડમાં ચાલીને 108 એમ્બ્યુલન્સમા લઇ ગયેલ હતા ત્યારબાદ દર્દી ને અસહ્ય દુખાવો તથા અમદાવાદ ઓફિસમાં રહેલા ફિસિશિયન ની સલાહ પ્રમાણે એમ્બ્યુલન્સની અંદર જ નોર્મલ ડિલિવરી કરવી માતા અને બાળકનો અમૂલ્ય જીવ બચવેલ. તથા પ્રાથમિક સારવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ હતા. દર્દીના સગા સંબંધીઓએ 108 ના કર્મચારીનો આભાર માન્યો હતો તથા 108 ઈમરજન્સી પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી સાહેબ અને જિલ્લા અમરેલી અધિકારી યુવરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા પણ સારી કામગીરી બદલ અમરેલી 108 ના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આમ ફરી એકવાર 108 સેવા પર પ્રાંતીય મહિલા અને માતા માટે આશીર્વાદરૂપ બની.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230728-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *