Gujarat

108 ઇમરજન્સી સેવા દ્વારા ધૂળેટી પર્વ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાય.

108 ઇમરજન્સી સેવા દ્વારા ધૂળેટી પર્વ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાય.

આજ રોજ 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા સાવરકુંડલા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજ રોજ સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજ ના આ ખાસ દિવસ પર ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને ફુલ અને ચોકલેટ આપી વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ આજરોજ ધુળેટી નો પર્વ હોય જે અંતર્ગત અમરેલી 108 ની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ફરજ પર અડીખમ હાજર અને તૈનાત હતી જો કોઈ પણ ઈમરજન્સી સર્જાય તો તુરંત જ સ્થળ પર પહોંચી અને સત્વરે સારવાર આપી હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર 108 ના કર્મચારીઓ દ્વારા અલગ અલગ લોકેશન પર રહી આજના આ તહેવારની એટલે કે ધુળેટી પર્વની એકબીજાને રંગો લગાવીને રંગોથી રંગાઈને ફરજની સાથે-સાથે આ તહેવારની પણ ઉજવણી કરી હતી.

અમરેલી 108 ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ અમાનતઅલી નકવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ વાર હોય કે તહેવાર હોય કે કોઈ પણ પર્વ હોય પરંતું 108 ની ટીમ કોઈપણ ઈમરજન્સી માં સેવા માટે ચોવીશ કલાક અને સાતેય દિવસ અડીખમ તૈનાત અને હાજર હોય છે.

રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી

IMG-20230308-WA0089-2.jpg IMG-20230308-WA0090-1.jpg IMG-20230308-WA0087-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *