સુરત
રાજ્યમાં અનેક વાર સોનાની સ્મગલિંગની થતી હોય તેવી ઘટના જાેવા મળે છે. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરતમાં ડ્ઢઇૈંએ સોનાની સ્મગલિંગ કરતા બેને ઝડપ્યા છે. બે યુવાનો પાસેથી ૧૧૦૦ ગ્રામ સોનું મળી આવ્યુ છે. શારજાહથી આવેલા યુવકો પાસેથી સુરતની ડ્ઢઇૈંની ટીમે કુલ ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અગાઉ પણ સુરતમાં આવી જ ઘટના બની હતી. સુરત ર્જીંય્એ દાણચોરીનો નવો કીમિયો ઝડપી પાડ્યો હતો. કાપજનો વેપારી દુબઈથી બૂટમાં સોનું છુપાવી લાવી રહેલા આરોપી વિશાલ ઉર્ફે વિકીને ઝડપી પાડ્યો હતો. જેને કુલ ૭ કિલો સોનું બૂટમાં છુપાવ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ ડ્ઢઇૈંને સોંપવામાં આવી છે.
