ફ્રિડમ ડે કેર સેન્ટર ધોળકા છેલ્લા બાર વર્ષથી મનોદિવ્યાગ બાળકો માટેનું તાલિમ કેન્દ્ર ચલાવી રહયા છીએ જેમાં આજ તા -20/07/2023 ને ગુરુવાર ના રોજ બેંક ઓફ બરોડા મેઈન બજાર ધોળકા શાખા કલિકુંડ દ્વારા તેમનો 116 મો સ્થાપના દિવસ સંસ્થાના દિવ્યાગ બાળકો સાથે ઉજવવામાં આવ્યો જેમાં બ્રાન્ચ મેનેજર શ્રી બ્રિજેશભાઈ પરીખ , બેંક ઓફ બરોડા સટાફ તથા બહુમૂલ્ય ગ્રાહક શ્રી ગોવિંદભાઈ પટેલ ના હસ્તે દિવ્યાગ બાળકોને સ્કૂલ બેગ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સંસ્થા પરિવારવતી પ્રમુખ ભાવિન પરમાર દ્વારા બેંક ઓફ બરોડા મેઈન બજાર ધોળકા શાખાનો આભાર માનવામાં આવ્યો.


