Gujarat

12 લાખ ફુલેકું ફેરવ્યું નાસી ગયેલ ઉના તાલુકાના ખાપટ ગામ નો પોસ્ટ માસ્ટર ઝડપાયો…

4 માસ પહેલાં ઈનચાર્જ પોસ્ટ માસ્ટર એ સરકારી નાણાં તેમજ બચત ખાતેદાર ની સહી કરીને પૈસાની ઉચાપત કરી નાસી ગયો હતો..

પોલીસએ દશ દિવસની રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યો..

 

ઉના – ઉનાના ખાપટ ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ થોભણ બારડ એ 4 માસ પહેલાં ખાપટ પોસ્ટ ઓફીસમાં આવતા સરકારી નાણાં તેમજ પોસ્ટ ઓફિસમાં જમા કરાવતાં જુદા જુદા ખાતેદારની બચતના પૈસા ઉધરાવી રૂ. 12 લાખ 49 હજાર 818 ની રકમની ઉચાપત કરી ખાતેદારના ખાતાઓ ફોર્મમાં ખોટા સહી સીક્કા ઓળખ આપીને ફુલેકું ફેરવ્યું હતું. આ રકમ લઈને નાશી છુટતા સમગ્ર ગામ લોકો અને ખાતેદારોમાં દેકારો મચી ગયો હતો. અને આ બાબતે મુખ્ય પોસ્ટ અધિકારીઓને રજુઆત કરવામાં આવતા એ વખતે ભારે રોષ ફેલાયો હતો. આખરે આ બાબતે ખાપટ ગામના પોસ્ટ માસ્ટર સામે ઉના પોલીસ અધિકારીએ ગુન્હો દાખલ કરવામાં આવ્યા હતો. અને 4 માસથી નાસી ગયેલ પોસ્ટ માસ્ટરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉના પોસ્ટેમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી બી જાડેજાની તપાસ દરમ્યાન દિપક કિષન યાદવ સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર ઉના પોસ્ટ ઓફિસરએ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ વિગત અનુસાર ઉનાના ખાપટ ગામે પોસ્ટ ઓફિસમાં ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ થોભણ બારડ રે. ડોળાસા તા. કોડીનાર વાળાએ પોતાની ફરજ દરમિયાન તા.20/8/2022 ના પોસ્ટ ઓફીસ સીલીક બચતનાં પૈસા રૂ. 590018 તેમજ ખાતેદાર સુરેશભાઈ વિરાભાઈ વાઢેરના એસ બી ખાતા માથી રૂ. 43800 કડવીબેન સામતભાઈ સાંખટ, ભુપતભાઇ ગોવિંદભાઈ સાખટના સંયુક્ત એસ બી ખાતા માંથી રૂ. 395000 તેમજ અન્ય અલગ અલગ 4 ખાતા માંથી રૂપિયા 221000 મળી કુલ રકમ રૂ. 12 લાખ 49818 ની રકમ બનાવટી સહી સીક્કા કરીને ઓળખ સાક્ષી ખોટા ઉભા કરી સત્તાનો દુર ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે ખોટા દસ્તાવેજ ઊભા લોકો સાથે વિશ્વાસઘાત કરી નાણાકીય ઉચાપત કરેલ અને નાસી ગયેલ હતો. આ બાબતે ઉના પોલીસ ચાર માસની શોધખોળ બાદ આ ફરજ મોકુફ કરાયેલા ખાપટ ગામના ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટર દિવ્યેશ થોભણ બારડની પોલીસે આઈ પી સી કલમ 406,409,420,467,468,471 હેઠળ અટક કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તપાસમાં સહકાર નહી આપીને નાણાં વાપરી ગયો હોવાનું કોઈ પણ આધાર પુરાવા વગર જમા કરાવ્યા અંગે તેમજ બનાવટી ડોક્યુમેન્ટ સહિતના સાહીત્ય બાબતે જવાબ નહિં આપતાં ઉના પોલીસ એ આ પોસ્ટ માસ્ટર પાસે નાણાકીય વસુલાત બનાવટી ઉભા કરેલાં સાહિત્ય અને પોસ્ટ ઓફિસમાં અન્ય ખાતેદાર ખેડુત શ્રમીક પરીવારના ખાતાં માંથી વધુ રકમની ઉચાપત થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવા ઉના એ ડી ચિફ જયુડી મેજીસ્ટ્રેટ કોર્ટમાં દશ દિવસની રીમાન્ડની માંગણી સાથે રજુ કરેલ છે. અને તપાસ અર્થે ખાપટ પોસ્ટ ઓફિસમાં પણ લઈ જવામાં આવશે તેવું તપાસનીશ અધિકારી જાડેજા એ જણાવેલ હતું. ચાર માસથી ફરાર આ પોસ્ટ માસ્ટર ક્યાં અને કોણે સાચવેલ ઉચચાપતના આ ગુન્હામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ દરમ્યાન ખુલ્લું પાડવા પોલીસ આગળ વધી રહી છે..

 

12-લાખ-ફુલેકું-ફેરવ્યું-નાસી-ગયેલ-ઉના-તાલુકાના-ખાપટ-ગામ-નો-પોસ્ટ-માસ્ટર-ઝડપાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *