Gujarat

અમદાવાદમાં આઈટી કંપનીમાં રેડના ૧૨ દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈનાં ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ કર્યા

ગાંધી આશ્રમની જમીનોના બારોબાર વેચાણ કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી

અમદાવાદમાં દિવાળી પહેલા આઈટી વિભાગની રેડે ભારે ચર્ચા જગાવી હતી. આઈટી વિભાગે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેના બોર્ડમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી સામેલ છે. ત્યારે હવે રાજકારણ જગતમાં ફરી ખળભળાટ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ગાંધી આશ્રમની જમીનોના બારોબાર વેચાણ કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે.

સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની રાણીપ અને વાડજની કરોડોની જમીન પાણીના ભાવે વેચી દેવાઈ છે. અમદાવાદમાં આઈટી કંપનીમાં રેડના ૧૨ દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ કર્યા છે. આ માટે એસઆઈટી -સીટની ટીમની રચના કરાઈ છે. જેમા રિયાટર્ડ આઈએએસ વિનય વ્યાસા અન ચેરિટી કમિશનર વાયએસ શુક્લને તપાસ સોંપાઈ છે. જેમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમના તાબા હેઠળની હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીનોને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પકડાયુ છે.

જેની તપાસ કરવામાં આવશે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કરાઈ હતી. તેની ૧૦૪ એકર જમીન પૈકી હરિજન આશ્રમ ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૪૦ હજાર ચોરસ મીટરની જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર પાણીના ભાવે બિલ્ડરોને વેચી દીધી છે. સત્યાગ્રહ આશ્રમ સંલગ્ન ૬ ટ્રસ્ટ પૈકીનું એક હરિજન આશ્રમ ટ્રસ્ટમાં વર્ષો સુધી ઈશ્વરભાઈ પટેલ કર્તાહર્તા રહ્યા હતા.

તેમના નિધન બાદ તેમનો પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલ પાસે સમગ્ર વહીવટ છે. ટ્રસ્ટની જમીન બારોબાર મંજૂરી વગર સગેવગે કરી દેવાઈ. આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર તરફથી કોઈ મંજૂરી લેવામાં ન આવી. બિલ્ડરોએ તેના પર વેપારી સંકુલ અને રહેણાંક સોસાયટી પણ બનાવી દીધી. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડ મામલે સીટની ટીમ તપાસ કરશે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *