International

મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત, ૮૦ ઘાયલ

એન્ટાનાનારીવો
મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના નેશનલ સ્ટેડિયમ(દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ જીંટ્ઠઙ્ઘૈેદ્બ)માં થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વડા પ્રધાન ક્રિશ્ચિયન એનત્સે અને રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજાેએલીનાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન ઓશન આઇલેન્ડ ગેમ્સના ઉદ્‌ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ૫૦,૦૦૦ દર્શકોની ભીડ પહોંચી હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. મેડાગાસ્કરના વડા પ્રધાને મીડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૨ છે જ્યારે ૮૦ લોકો ઘાયલ છે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં ૩જી ડિસેમ્બર સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સની શરૂઆત ૧૯૭૭માં થઈ હતી. તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા બનાવવામાં આવી હતી. તેમાં મોરેશિયસ, સેશેલ્સ, કોમોરોસ, મેડાગાસ્કર, મેયોટ, રિયુનિયન અને માલદીવના એથ્લેટ્‌સનો સમાવેશ થાય છે. મેડાગાસ્કરમાં આવું પહેલીવાર નથી બન્યું. આવો જ એક કિસ્સો ચાર વર્ષ પહેલા અહીં સામે આવ્યો હતો. વર્ષ ૨૦૧૯ માં, મેડાગાસ્કરના મહામાસિના સ્ટેડિયમમાં આવી જ એક ઇવેન્ટ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં લગભગ ૧૫ લોકોના મોત થયા હતા.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *