Gujarat

માંગરોળમાં ૧૩.૫ ઈંચ, ઉમરગામમાં ૧૨ ઈંચ,વાપીમાં ૧૦.૫૫ ઈંચ વરસાદ

અમદાવાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોળમાં ૧૩.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ઉમરગામમાં ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના વાપીમાં ૧૦.૫૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજાેધપુરમાં ૭.૫૯ ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માળીયા હાટીનામાં ૮.૭ ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના પારડીમાં ૧૯૩ મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં ૧૭૪ મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૫૯.૧૧ વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં સિઝનનો સૌથી વધારે વરસાદ ૧૧૨.૪૨ ટકા વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ૫૩.૭૭ ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ૪૭.૧૨ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૩.૩૦ ટકા વરસાદ વરસ્યો છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *