મુકેશ જીંજાળા સુરત દ્વારા
સુરતના આંગણે શ્રી આહિર યુવા સંગઠન દ્વારા 15મો સ્નેહમિલન સમારોહમાં સભ્ય સમાજની એકતાના દર્શન થયા
સુરતના આંગણે શ્રી આહિર યુવા સંગઠન દ્વારા 15મો ભવ્ય થી અતિભવ્ય સ્નેહમિલન સાથે સન્માન સમારોહ લોકડાયરો નું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનમાં ખાસ તો આહિર યુવા સંગઠન સભ્યમાં સમાજની એકતાના દર્શન થયા હતા અને આ
સ્નેહમિલન સમારોહને દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મુકવામાં આવ્યો હતા અને તેમાં સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ કોર્પોરેટ અને મોટીવેશન સ્પીકરો તેમજ ઇન્ટરનેશનલ લોકસાહિત્યકારો તેમજ પત્રકારો મિત્રો હાજર રહ્યા હતા અને આ 15 મા સ્નેહમિલન સમારોહના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી રમણભાઈ મનુભાઇ જીંજાળા ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્નેહમિલન સમારોહને પ્રમુખશ્રી કનુભાઈ લાડુમોર તેમજ ઉપપ્રમુખશ્રી ચકુરભાઈ સીસારા મંત્રીશ્રી દીપકભાઈ કલસરિયા સહતંત્રી શ્રી બળવંતભાઈ કલસરિયા તેમજ ખજાનચી શ્રી શામજીભાઈ વાઘમશી તેમજ ટ્રસ્ટી મંડળ અને પૂરી ટીમ દ્વારા ભારે જહમત ઉઠાવીને સમારોહને સફળ બનાવ્યો હતો આ સન્માન સમારોહનું સંપૂર્ણ એક્રિંગ કાનજીભાઈ જાળોધરા દ્વારા કરવામાં આવ્યું હતું

