મોરબી, અત્રેના પંચમુખી હનુમાનજી મહારાજ મંદિરના સત્સંગ હોલમાં નવજીવન વિકંલાગ
સેવાશ્રય દ્રારા છેલ્લા છ માસમાં 850 જેટલા દિવ્યાંગોને પોતે પોતાના પગ પર ઉભા રહી શકે,
કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે, દિવ્યાંગોનું પુનવર્સન થાય એવા હેતુસર CEDA ના
સહયોગથી નવજીવન દિવ્યાંગ સેવાશ્રય દ્રારા પ્રમાણપત્ર વિતરણ અને રક્તદાન કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25 બેગનું રકતદાન થયું હતું. અને તાજેતરમાં જ 180
તાલીમાર્થીઓએ તાલીમ ર્પૂણ કરેલ એ દિવ્યાંગ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરતા
કલેકટર જી .ટી .પંડયાએ નવજીવન સેવા ટ્રસ્ટની સેવાને બિરદાવી હતી અને દિવ્યાંગ
પુનર્વસનની પ્રવૃતિઓ વર્ણવી હતી, વિપુલભાઇ શેરસિયા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,
ભરતભાઇ કલાર્ક સમાજ સુરક્ષા વિભાગ , બી.એસ. સોલકી નિવૃત મામલતદાર, કમલેશભાઇ
દલસાણીયા શિક્ષક તેમજ જીતેન્દ્રભાઇ જોષી સ્થાપક સેક્રેટરી નવજીવન વિકલાંગ સેવાશ્રય
વગેરેએ સંબોધનમાં દિવ્યાંગ વ્યકિતઓ કામને બિરદાવ્યા હતા, દિવ્યાંગો જીવનમાં ખુબજ
આગળ વધે એવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી અને સરકાર દ્રારા દિવ્યાંગોને અપાતા લાભો,
સહાય વગેરેની વિસ્તૃત ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન
દિનેશભાઇ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા કરવામાં આવ્યું
હતું. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન, આયોજન અને અમલીકરણમાં બળવંતભાઇ જોશી,
જયેશભાઇ રંગાડીયા તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રયના તમામ કાર્યકર્તાઓએ ખુબજ
જહેમત ઉઠાવી હતી, અનિલભાઇ વાઘેલા પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટિએ તમામ
વ્યવસ્થા પુરી પાડી હતી.
