છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ વિસ્તાર માંથી એક વ્યક્તિ દ્વારા 181 મહિલા હેલપલાઇન માં કોલ કરી મદદ માગી .એક અજાણી મહિલા મળી આવેલ છે શાળા ના ગેટ પાસે બેસી ને રડી રહ્યા હતા .181 અભયન રેસ્ક્યું ટીમ છોટાઉદેપુર ઘટના સ્થળ પર પોહચી પરંતુ ત્યાં થી મહિલા ભાગી ગયેલ નજીક ના વિસ્તાર માં રાત્રી સમયે સોધ ખોળ કરતા નજીકના હાઇવે પાસે રસ્તે ચાલતા મળી આવ્યા .ટીમ દ્વાર રોકી વાતચીત કરવાના પ્રયત્ન કરતા અજાણી મહિલા આજુબાજુ પડેલી વસ્તુ તેમજ પાથરો મારો કરવા લાગ્યા . નજીક ના પોલીસ સ્ટેશન થી રેસક્યું વાન મદદ તે પોહચી અસ્થીર મગજના હોવાને કારણે મહિલા ડરી ગયેલ મહીલાને શાંત કર્યા દિલાસો અપવ્યો તમારી મદદે આવ્યા છીએ લાગણી અને વિશ્વાસ અપવતા મહિલાનું કાઉન્સિલ કર્યું પરંતુ નામ સરનામું જણાવ્યું નહિ .તે એકલા છે મારા પરિવાર માં કોઈ નહિ .હું આમ ફર્યા કરું છું મારું રેહવા માટે કોઈ ઘર નથી .ઘરે જવું નહિ કહે છે જેથી રાત્રી સમયે મહિલા ને સુરક્ષા અને આશ્રય મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે આશ્રય અપાવેલ છે. આ ફોટો વાળા મહિલાની કોઇ ને જાણકારી હૉય તો અભયમ નો સંપર્ક કરવો જેથી તેમના પરિવાર સુઘી પહોંચાડી સકાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર