Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘેલવાંટ ગામ પાસેથી કિ.રૂ.1,82,796નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઘેલવાંટ ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૧,૮૨,૭૯૬/- નો મુદામાલ સાથે આરોપી ભાવસીંગભાઇ ધાણકાભાઇ રાઠવા અને શાંતીલાલ ધાનસિંગભાઇ રાઠવા સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટ્રક જેનો રજી નં.GJ-34-T-4994 ને ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230613-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *